Uncategorized

જૂનાગઢ પોલીસ દ્વારા કોરના વાયરસનો ફેલાવો અટકાવવા માટેઅમુક તત્વો કાયદાની ઐસીતૈસી કરી, હળવાશથી લેતા હોઈ, જૂનાગઢ પોલીસ દ્વારા કડક પગલાં લેવાની સાથે સાથે હોર્ડિંગ દ્વારા જાગૃત કરવામાં આવ્યા

જૂનાગઢ પોલીસ દ્વારા કોરના વાયરસનો ફેલાવો અટકાવવા માટેઅમુક તત્વો કાયદાની ઐસીતૈસી કરી, હળવાશથી લેતા હોઈ, જૂનાગઢ પોલીસ દ્વારા કડક પગલાં લેવાની સાથે સાથે હોર્ડિંગ દ્વારા જાગૃત કરવામાં આવ્યા

💫 *જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તેમજ જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા* _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ,લોકોને ઘરની બહાર નીકળતા અટકાવવા માટે, માસ્ક પહેરવા, સોશીયલ ડિસ્ટન્સ રાખવા તેમજ સેનેટાઇઝર નો ઉપયોગ કરવા લોકોને જાગૃતિ લાવવા પણ ખાસ વ્યવસ્થા* કરવામાં આવેલ છે.તેમજ_તમામ થાણા અમલદારોને *કાયદાનું પાલન કરાવવા* કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે

💫 _જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* ની સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ શહેર વિસ્તારમાં નાગરિકોને લોક ડાઉનનું પાલન કરાવવામાં આવે છે. પરંતુ, અમુક વિસ્તારોમાં પોલીસ દ્વારા ઘરમાં જ રહેવા અવાર નવાર સુચનાઓ આપવા છતાં, અમુક ઈસમો વિસ્તારમાં ભેગા થઈને બેસતા હોવાની તથા પોતાના માતા પિતા કે વાલીઓનું પણ માનતા નહીં હોવાની અને લોક ડાઉનનું ઉલ્લંઘન કરતા હોવાની માહિતી પોલીસને મળતા, તેવા લોકોને પકડી ધરપકડ કરી, કાર્યવાહી કરવામાં આવે છે. સાથેસાથે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ *મારવાડી શેર એન્ડ ફાઇનાન્સ લિમિટેડ, જૂનાગઢના સુધીરભાઈ સેજપાલની મદદથી હોર્ડિંગ બનાવી, લોકોને સાવચેત રાખવા માટે શહેર વિસ્તારના જુદા જુદા જાહેરમાં જગ્યાઓએ હોર્ડિંગ ગોઠવી, લોકોને વાંચી શકે તેવી ખાસ વ્યવસ્થા* ગોઠવી, જુદા જુદા વિસ્તારમાં લોકોને વારંવાર સાવચેત રહેવા જાણ કરવાની અલગ વ્યવસ્થાના *નવતર પ્રયોગ/અભિગમ* હાથ ધરવામાં આવેલ છે…._

💫 _જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ* દ્વારા કોરોના વાયરસ બાબતે લોક ડાઉનનો અમલ કરાવી, *લોકોની સુરક્ષા માટે એક પછી એક પગલાંઓ લેવાનું શરૂ* જ રાખવામાં આવતા _જૂનાગઢ *પોલીસ દ્વારા કાયદાના પાલન માટે વારંવાર જાણ કરવામાં આવેલ હોવા છતાં તેમજ લોકોના ફાયદા માટે ઘરમાં રહેવા અવાર નવાર જાહેરાત કરવામાં આવેલ હોવા છતાં, અમુક તત્વો કાયદાની ઐસીતૈસી કરી, કોરોના વાયરસનાં ફેલાવા બાબતને હળવાશથી લેતા હોઈ, જૂનાગઢ પોલીસ દ્વારા કડક પગલાં લેવાની સાથે સાથે જાગૃત કરવા હોર્ડિંગ દ્વારા જાહેરાત કરવા શરૂ* કરવામાં આવેલ છે. જેના માટે મારવાડી શેર એન્ડ ફાઇનાન્સ લિમિટેડ, જૂનાગઢના સુધીરભાઈ સેજપાલની મદદથી પાંચ મોટા હોર્ડિંગ બનાવી, તેમાં માસ્ક પહેરવા, સોશીયલ ડિસ્ટન્સ (છ ફૂટ અંતર) જાળવવા, સાબુથી વારંવાર હાથ ધોવા, સેનેટાઇઝર નો ઉપયોગ કરવા, વિગેરે સુચનાઓ લખી, ધોરાજી બાયપાસ, ગાંધી ચોક, ઝાંઝરડા રોડ, તળાવ દરવાજા, કાળવા ચોક, વિગેરે વિસ્તારોમાં લગાડી જાહેર જગ્યામાં નીકળતા લોકો વાંચી શકે એ રીતે રાખવામાં આવેલ છે. ઉપરાંત, આજ પ્રકારના રોડ ઉપર રાખવા માટેના સાઈન બોર્ડ બનાવી, બંને સાઈડ ઉપરોક્ત સુચનાઓ લખી, બજારમાં માંગનાથ રોડ, સર્કલ ચોક, ઢાલ રોડ, એમ.જી.રોડ, આઝાદ ચોક, પાંચ હાટડી, પાદર ચોક, ઝાંઝરડા રોડ, વિગેરે જગ્યાઓ ઉપર ખરીદી કરવા આવતા લોકો વાંચી શકે તે રીતે ગોઠવી, લોકોને જાગૃત કરવા નવતર પ્રયોગ કરી, લોકોના અંતરાત્માને ઢંઢોળવા પ્રયાસ કરવામાં આવેલ છે. આમ, *જૂનાગઢ પોલીસ દ્વારા વધુ એક નવતર પ્રયોગ દ્વારા લોક ડાઉન અને તેના અમલ કરાવવા તેમજ કોરોના વાયરસનો ફેલાવો અટકે તે માટે લોકોની સુરક્ષા માટે એક પછી એક પગલાંઓ લેવાનું શરૂ*કરી કાર્યવાહી શરૂ* કરવામાં આવેલ છે…_

મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ

IMG-20200515-WA0001.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *