Uncategorized

જૂનાગઢ પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલીઅંગ દરમ્યાન રમજાન ઈદ ની શુભેચ્છા સાથે અબાલ વૃદ્ધ ને ઇદ મુબારક લખેલા માસ્ક પહેરાવતા જૂનાગઢ પોલીસનું ફુલવર્ષા કરી તાળીઓ વગાડી સ્વાગત કર્યું 💫

જૂનાગઢ પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલીઅંગ દરમ્યાન રમજાન ઈદ ની શુભેચ્છા સાથે અબાલ વૃદ્ધ ને ઇદ મુબારક લખેલા માસ્ક પહેરાવતા જૂનાગઢ પોલીસનું ફુલવર્ષા કરી તાળીઓ વગાડી સ્વાગત કર્યું

💫
*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા* _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ,
લોકોને બિનજરૂરી બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોઈ, તમામ થાણા અમલદારોને *કાયદાનું પાલન કરાવવા* કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. ઉપરાંત, *લોકોને બિનજરૂરી ઘરની બહાર નીકળતા અટકાવવા માટે, માસ્ક પહેરવા, સોશીયલ ડિસ્ટન્સ રાખવા તેમજ સેનેટાઇઝર નો ઉપયોગ કરવા લોકોને જાગૃતિ લાવવા પણ ખાસ વ્યવસ્થા* કરવામાં આવેલ છે…._

💫 _જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* દ્વારા આજરોજ રમજાન ઈદ નો તહેવાર હોઈ, લોક ડાઉન અનુસંધાને જૂનાગઢ શહેરમાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હતો….._

💫 _આજરોજ રમજાન ઇદનો તહેવાર હોય, જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ ની સૂચના આધારે જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરમાં લોક ડાઉન અનુસંધાને રમજાન ઈદ અંગે જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હતો. આજરોજ રમજાન ઇદનો તહેવાર હોય, જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. ગોસાઈ, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. બી. સોલંકી ટ્રાફિક બ્રાંચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.સી. ઝાલા સહિતના અધિકારીઓ તથા પોલીસ સ્ટાફના માણસો રમજાન ઈદ નિમિતે સુખનાથ ચોક, દીવાન ચોક, માંડવી ચોક, ઝાલોરા પા, મેમણ વાડા, નાથીબુ મસ્જિદ સહિતના વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા બંદોબસ્ત દરમિયાન *ઈદ મુબારક લખેલા ખાસ માસ્ક* બનાવી, વિસ્તારના લોકોને પહેરાવવામાં આવેલા હતા. પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ પેટ્રોલિંગમાં નીકળેલા હોવાની જાણ થતાં, સુખનાથ ચોક વિસ્તારના કોર્પોરેટરો અશરફભાઈ થૈમ, અદરેમાન પંજા, સહિતના આગેવાનો તથા વિસ્તારના લોકો પોત પોતાના ઘરોમાં ગેલેરીમાં તેમજ રોડ ઉપર સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ઉભા રહી, ફુલ વર્ષા કરી, તમામ પોલીસ સ્ટાફનું સ્વાગત કરવામાં આવેલ તેમજ તાળીઓ વગાડી અભિવાદન કરવામાં આવેલ હતું. પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા હાજર તમામ લોકો ને ઈદ મુબારક લખેલા માસ્ક પહેરાવી અને તમામને ઇદા મુબારક કહી, રમજાન ઇદની શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ હતી. *જૂનાગઢ પોલીસ દ્વારા પોતે પણ ઇદ મુબારક લખેલા માસ્ક પહેર્યા હતા તેમજ અબાલ વૃદ્ધ સૌને ઇદ મુબારક લખેલા માસ્ક પહેરાવેલા* હતા. જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા કોર્પોરેટર અશરફભાઈ તથા બાળકોને, ઇન્ચાર્જ પીઆઇ જે.પી.ગોસાઈ દ્વારા કોર્પોરેટર અડ્રેમાનભાઈ પંજાને તેમજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના મહિલા પી.આઈ આર.બી. સોલંકી દ્વારા પણ હાજર મહિલાઓને પણ *ઈદ મુબારક લખેલા માસ્ક પહેરાવી, રમજાન ઈદની મુબારકબાદી* આપવામાં આવેલી હતી. તાજેતરમાં *લોક ડાઉનની પરિસ્થિતિમાં પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં કરવામાં આવેલી કામગીરી તેમજ સહાનુભૂતિ ભર્યા વલણના કારણે પ્રજામાં પોલીસની એક અલગ જ છાપ ઉપસ્થિત* કરવામાં આવેલ હોય, જેના અનુસંધાને આજરોજ *જૂનાગઢ પોલીસ દ્વારા પણ ફુટ પેટ્રોલીંગ દરમ્યાન સુખનાથ ચોક વિસ્તારના લોકોને રમજાન ઈદ નિમિત્તે શુભેચ્છાઓ* આપી, પ્રજા પ્રત્યેની લાગણી વ્યક્ત કરવામાં આવેલ હતી. *સાથે સાથે ઈદ મુબારક લખેલા ખાસ માસ્ક પહેરાવી, પ્રજાને કાયમ માટે માસ્ક પહેરવા મેસેજ પણ આપવામાં આવેલ* છે. આ ફૂટ પેટ્રોલિંગ દરમિયાન *સમગ્ર વિસ્તારમાં મુસ્લિમ સમાજ દ્વારા પોલીસની કામગીરી બિરદાવી અને લોક ડાઉન દરમિયાન કરવામાં આવેલી કામગીરી અંગે આભાર પણ વ્યક્ત કરવામાં આવેલ* હતો…._

💫 _જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ* દ્વારા કોરોના વાયરસ બાબતે લોક ડાઉનનો અમલ કરાવી, *લોકોની સુરક્ષા માટે એક પછી એક પગલાંઓ લેવાનું શરૂ* જ રાખવામાં આવેલ છે. ત્યારે રમઝાન ઈદ ના તહેવાર મા જૂનાગઢ પોલીસ દ્વારા *રમઝાન ઈદ ની શુભેચ્છા સાથે માસ્ક પહેરવા આપેલ મેસેજ આપવાનો નવતર પ્રયોગ* સમાજમાં અલગ જ છાપ પાડી જાય છે……_

મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ

IMG-20200525-WA0055.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *