જૂનાગઢ
તા.7.4.2020
જૂનાગઢ શાકભાજી યાર્ડમાં ૧૦૩૪ ક્વિન્ટલ બટાકા સહિત લીલા શાકભાજીની આવક
લોકડાઉનની સ્થિતીમાં જૂનાગઢ શાકભાજી સબયાર્ડમાં આજે કુલ ૧૦૩૪ ક્વિન્ટલ બટેટા સહિતનાં શાકભાજીની આવક થઇ હતી. શાકભાજીનાં દુકાનદારો તથા ફેરીયાઓ દ્વારા તેની ખરીદી કરી લોકડાઊનનાં નિયમોનું પાલન કરી સ્થાનિકે વેચાણ કરવામાં આવે છે. જૂનાગઢ યાર્ડનાં સેક્રેટરી પી.એસ. ગજેરાનાં જણાવ્યાનુસાર બેટેટા ૭૯૩ ક્વિન્ટલ પ્રતિ કિલો ભાવ રૂ.૧૬, ડુંગળી ૨૬ ક્વિન્ટલ રૂ. ૬, ટમેટા ૭૫ ક્વિન્ટલ પ્રતિ કિલો ભાવ રૂ. ૭, અને અન્ય લીલાશાકભાજી જેમાં ગુવાર, ભીંડલ, ગલકા, તુરીયા, દુધી, મરચા, કોબી, ફ્લાવર સહિતનો સમાવેશ થાય છે તેની ૧૪૦ ક્વિન્ટલ પ્રતિ કિલો ભાવ રૂ.૨૦ આવક થઇ છે. અત્રે ઉલ્લેખનિય છે કે જૂનાગઢ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં શાકભાજી સહિત જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓનો પુરતો પુરવઠો જાળવવા જિલ્લા કલેકટરશ્રીનાં માર્ગદર્શન તળે પુરવઠા તંત્ર, જિલ્લા રજીસ્ટ્રાર સાથે માર્કટીંગ યાર્ડના સત્તાવાળાઓ સતત સક્રિય રહ્યા છે.
રિપોર્ટ
શ્રેય શાહ
સાથે
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચીફ