Uncategorized

ઠક્કર સમાજ ના અગ્રણી દ્વારા પાટણ નગરપાલિકાને સેનેટાઈઝર હેન્ડપંપ અને ટેમ્પરેચર માપવાની ગન અર્પણ કરાઈ..

પાટણ શહેર અને સમગ્ર પંથકમાં હાલમાં કોરોના ની સંક્રમણે માઝા મૂકી છે ત્યારે પાટણ શહેરના દેવપુરી સોસાયટીમાં રહેતા અને ધંધાર્થે મુંબઈ જેવી મહાનગરી માં સ્થાયી થયેલા નરેન્દ્રકુમાર શાંતિલાલ ઠક્કર કે જેવો કોરોનાવાયરસ ની ફેલાયેલી મહામારીને લઇ મુંબઇ શહેરના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જરૂરિયાત મંદ લોકો ની મુલાકાતે ગયા હતા ત્યારે ત્યાંની પરિસ્થિતી નિહાળી તેઓએ પોતાના માદરે વતનમાં પણ આવી જ મહામારી વક્રી હોય જેને ધ્યાનમાં રાખી તેઓએ પાટણ ખાતે રહેતા તેમના કુટુંબી અને ઠક્કર સમાજના સેવાભાવી નવયુવાન સાથે પાટણ નગરપાલિકામા ઉપપ્રમુખની જવાબદારી નિભાવી રહેલા લાલેશભાઈ ઠક્કર તેમજ ઠક્કર સમાજ ના અગ્રણી સતિષભાઈ ઠક્કરનો સંપર્ક કરી પાટણ શહેરમાં ગલી ગલી અને મહોલ્લા,પોળોમાં તેમજ સોસાયટી વિસ્તારોમાં કે જ્યાં પાલિકા નું સેનેટાઈઝર ફાઈટર પહોંચી ન શકે તેવી જગ્યાએ સેનેટાઈઝર હેન્ડ પંપ દ્વારા મકાનોને સેનેટાઈઝ કરાય અને દરેક વ્યક્તિનું ટેમ્પરેચર માપી શકાય તેવા શુભ હેતુથી પાંચ નંગ સેનેટાઈઝર હેન્ડપંપ અને બે નંગ ટેમ્પરેચર માપવાની ગન પાટણ નગરપાલિકાને અપૅણ કરવાની ઈચ્છા વ્યક્ત કરતાં લાલેશભાઈ ઠક્કર,સતિષભાઈ ઠક્કર અને જસવંતભાઈ ઠક્કરના વરદ હસ્તે આજરોજ પાંચ નંગ સેનેટાઈઝર હેન્ડપંપ અને બે ટેમ્પરેચર ગન પાટણ નગરપાલિકાને અપૅણ કરી
નરેન્દ્રભાઈ શાંતિલાલ ઠક્કરનુ વતન પ્રત્યેનું ઋણ અદા કર્યું હતું..
નગરપાલિકાને અપૅણ કરાયેલા સેનેટાઈઝર હેન્ડપમ્પ તેમજ ટેમ્પરેચર ગન વિલાજ ગ્રુપના સહયોગ થી વિનામૂલ્યે શહેરના કોઈ પણ વિસ્તારમાં ફાળવવામાં આવશે તેવું લાલેશભાઈ ઠક્કર,સતિષભાઈ ઠક્કર ,અને જસવંતભાઈ ઠક્કરે જણાવ્યું હતું.
અહેવાલ ધવલ ઠકકર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *