ડિવિઝનના ડી, વાય, એસ, પી, પ્રદીપસિંહ જાડેજાનો સંપર્ક કરતા કેન્સર ગ્રસ્ત મહિલાને સારવાર અપાવવા પોલીસે પોતાના ખર્ચે વાહનની સગવડ કરાવી આપી, રાજકોટ શહેર પોલીસની મદદથી રાજકોટ કેન્સર હોસ્પિટલ ખાતે સારવાર પણ કરાવી આપી
💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ દ્વારા* _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે, ત્યારે કેન્સર ગ્રસ્ત મહિલા દર્દીને કપરા સંજોગોમાં મદદ કરવાના કારણે પ્રજાની મદદ કરવાની અને તેઓને *લોક ડાઉન દરમિયાન કોઈ કામકાજ સબબ જરૂરિયાત સમયે મદદ કરવા તમામ પોલીસ અધિકારીઓને પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ…_
💫 _હાલમાં લોક ડાઉન તા. 03.05.2020 સુધી વધારવામાં આવેલ હોઈ, *જૂનાગઢ શહેરના સુખનાથ ચીક વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરીને જીવન ગુજારતા ઝમીલાબેન નુરમામદ વડોદિયા રહે. મેમણ વાડા, મસ્જિદ પાસે, જુનાગઢ (M :- 98257 53781)એ પોતાના પુત્ર અને પતિ નૂરમામદ સાથે જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મળી, હાલમાં લોક ડાઉનનું જાહેરનામું હોઇ, પોતાના પતિ નુરમામદ મજૂરી કરે છે તેમજ છોકરો માંગનાથ રોડ ઉપર દુકાનમાં કામ કરે છે, પરંતુ હાલમાં લોક ડાઉન ચાલુ હોઇ, પોતાને ખાવાના પણ સાંસા હોવાનું જણાવી, પોતાને કેન્સરની બીમારી છે અને જેની સારવાર સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે ચાલે છે. પોતે કેન્સરની સારવાર અનુસંધાને ચાર જેટલા કિમો થેરાપીના શેક લીધેલા હોય અને હવે એક જ શેક બાકી છે. પોતાને કિમોથેરાપીનો શેક લેવા માટે અમદાવાદ જવું જરૂરી છે અને વાહનોની અવાર જવર બંધ હોઈ, પોતાની પાસે કોઈ આર્થિક સગવડ પણ ન હોવાનું જણાવી, ગળગળા થઈ ગયેલ હતા. કેન્સરગ્રસ્ત મહિલાએ શક્ય હોય તો, પોતાને નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ રાજકોટ કે, જે તિરુપતિ નગર નિર્મલા કોન્વેન્ટ સ્કુલની સામે આવેલ છે, ત્યાં એક બાકી પાંચમો કિમોથેરાપી નો શેક લેવડાવી દેવામાં આવે તો, પોતે પોલીસ ખાતાની આભારી* થશે તેવું જણાવેલ હતું. પોતાની પાસે *માં અમૃતમ કાર્ડ હોય, જે નાથાલાલ પારેખ હોસ્પિટલમાં આપવામાં આવે તો, સારવાર મળી શકે તેમ હોવાનું જણાવી, પોતાને અહીંયા થી રાજકોટ પહોંચાડવાની સગવડ કરી આપવા* વિનંતી કરીને જણાવવામાં આવેલ હતું…_
💫 _જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, ટ્રાફિક પી.એસ.આઈ. એ.સી.ઝાલા, હે.કો. ઝવેરગીરી, સંજયભાઈ, કમલેશભાઈ, અશોકભાઈ, કમાન્ડો ભગાભાઈ, ટ્રાફિક બ્રિગેડ ભાવિનભાઈ, પવનભાઈ, સહિતની ટીમ દ્વારા ઝમીલાબેન નુરમામદના માટે *એક ઈકો ગાડીની સગવડ કરી* આપી અને જુનાગઢ એસડીએમ શ્રી જે.એમ. રાવલનો સંપર્ક કરી, કચેરી સાથે સંકલન કરી, મામલતદાર શ્રી એચ.વી. ચૌહાણ, નાયબ મામલતદાર કિરીટભાઈ સોલંકી, અનિલભાઈ નંદાણીયા, પરમાર સહિતની ટીમ દ્વારા *રાજકોટ સારવાર કરવા માટે પાસ પણ ઇસ્યુ* કરવામાં આવેલ હતો. બીજા દિવસે જમીલાબેન તેમજ ઈકો ગાડીના ડ્રાઈવર જાવીદભાઈ થૈમ અને ઝમિલાબેનનો દીકરો સારવાર કરવા માટે રાજકોટ ખાતે નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ પહોંચ્યા હતા. કેન્સર હોસ્પિટલ ખાતે તપાસ કરતા, *માં અમૃતમ કાર્ડ* જે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ચાલુ હોય, તેથી સારવાર માટે આશરે આઠ થી દશ હજાર રૂપિયાની જરૂર પડશે, તેવું જણાવતા, ઝમીલાબેન મુંજાયેલા અને ફરીથી જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનો સંપર્ક કરતા, તેઓએ રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ખુમાનસિંહ વાળાને આ બાબતે નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ ખાતે જઈને ઝમીલાબેનને સારવાર માટે મદદ કરવા જણાવતા, પોલીસ ઇન્સ્પેક્ટર ખુમાનસિંહ વાળા તથા સ્ટાફ દ્વારા નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલના ડોકટરને મળી, *ઝમીલાબેન ની સારવાર માટે ભલામણ કરેલ તેમજ ઝમીલાબેનની સાથે આવેલ તેના દિકરા તથા ડ્રાઇવરની રહેવાની વ્યવસ્થા* કરી અને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતેનું *માં અમૃતમ કાર્ડ કેન્સલ કરાવી,* નાથાલાલ પારેખ હોસ્પિટલ ખાતે ચાલુ કરાવી, *ઝમીલાબેન કેન્સરની સારવાર કરાવવામાં આવેલ* હતી. ઝમીલાબેનને એક દિવસ હોસ્પિટલમાં એડમિટ કરી, કિમોથેરાપીનો શેક લેવડાવવામાં આવેલ હતો…_
💫 _જુનાગઢ શહેરના *કેન્સરગ્રસ્ત મહિલા ઝમીલાબેન નુરમામદ વડોદિયાએ જુનાગઢ પોલીસને પોતાને કેન્સરની સારવાર કરાવી અને કિમોથેરાપીનો પાંચમો ડોઝ અપાવવા માટે મદદ કરવામાં આવેલી, તેનાથી પ્રભાવિત થઈ, રાજકોટ કેન્સર હોસ્પિટલ ખાતે સરકાર સારવાર કરાવી, પરત આવી, સીધા જ જુનાગઢ ડીવાયએસપી કચેરી ખાતે ફોન કરી અને જુનાગઢ પોલીસનો ખુબ આભાર વ્યક્ત* કરેલ અને જણાવેલ કે *જુનાગઢ પોલીસ પોતાની પડખે ઊભી રહી ના હોત તો, લોક ડાઉનના સમયમાં અને પોતાની આર્થિક પરિસ્થિતિના કારણે પોતે સારવારથી વંચિત રહી જતા અને કદાચ કેન્સર રોગનો ફેલાવો વધી જાત….!!! તેવું જણાવી ગળગળા થયેલ અને આભારની લાગણી વ્યક્ત* કરવામાં આવેલ હતી……_
💫 _જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, ટ્રાફિક શાખાના પીએસઆઇ એ.સી.ઝાલા સહિતની ટીમ દ્વારા *જૂનાગઢની કેન્સર ગ્રસ્ત મહિલાને સારવાર અપાવવા પોતાના ખર્ચે વાહનની સગવડ કરાવી આપી, રાજકોટ શહેર પોલીસની મદદથી રાજકોટ કેન્સર હોસ્પિટલ ખાતે સારવાર પણ કરાવી આપવામાં આવેલ* હતી. જુનાગઢ પોલીસ દ્વારા *કપરા સંજોગોમાં મદદ કરવામાં આવતા, કેન્સર ગ્રસ્ત મહિલા ઝમીલાબેન નૂરમામદ દ્વારા જૂનાગઢ પોલીસ અને રાજકોટ પોલીસનો આભાર* વ્યક્ત કર્યો હતો. *કેન્સર ગ્રસ્ત મહિલા ઝમીલાબેન દ્વારા જૂનાગઢ પોલીસની આવી પોતાના કુટુંબ પણ ના કરે તેવી સેવા અનુભવીને પોલીસ આવી પણ હોય છે, તેવો ભાવ વ્યક્ત કરી, ભાવ વિભોર* થયા હતા. *હાલમાં રમઝાન માસ ચાલતો હોય, પોતે રોઝા રહેતા હોય, રોઝા રહેવાનું જે પુણ્ય મળશે, તે પુણ્ય પણ ગુજરાત પોલીસને મળે…!!! તેવી કેન્સર ગ્રસ્ત મહિલા ઝમીલાબેને ઈચ્છા વ્યક્ત* કરી હતી.. *જૂનાગઢ પોલીસ દ્વારા ઝમીલાબેનના પરિવારને અનાજ કરિયાણાની કીટની પણ વ્યવસ્થા* કરવામાં આવેલ હતી….._
💫 _જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ* દ્વારા કેન્સર ગ્રસ્ત મહિલા દર્દીને કપરા સંજોગોમાં મદદ કરવાના કારણે , સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ* નિભાવી, *પોલીસ પ્રજાની મિત્ર છે,* એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું…_
મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ