Uncategorized

તારીખ :7/9/2020ના રોજ રાહે ખૈર ગર્લ્સ પ્રાયમરી સ્કૂલમાં કાર્યક્રમ યોજાયો હતો જ્યાં ગાયકવાડ હવેલી, પોલિસ સ્ટેશનની મહિલા સશકિતકરણ SHE – Team

તારીખ :7/9/2020ના રોજ રાહે ખૈર ગર્લ્સ પ્રાયમરી સ્કૂલમાં કાર્યક્રમ યોજાયો હતો જ્યાં ગાયકવાડ હવેલી, પોલિસ સ્ટેશનની મહિલા સશકિતકરણ SHE – Team અને 181મહિલા અભિયમ હેલ્પ લાઇન દ્વારા શાળાના શિક્ષકોને “મહિલા સશક્તિકરણ” ની માહિતી આપવામાં આવી હતી.
તમને જણાવી દઈએ આ સમગ્ર પ્રોગ્રામનું આયોજન સામાજિક કાર્યકર્તા બુરહાનુદ્દીન કાદરીની તથા રાહે ખૈર ગર્લ્સ પ્રાયમરીના આચાર્ય શ્રીમતિ તસ્લીમબાનુ છીપાની આગેવાનીમા કરવામાં આવ્યું હતું.
આ પ્રોગ્રમમા મુખ્ય મહેમાન તરીકે ગાયકવાડ હવેલી પોલિસ સ્ટેશનના પોલિસ ઇન્સ્પેક્ટર આર.આર બંસલ સાહેબ, મહંમદ હુસેન શેખ, ફરજાનાબેન કાદરી, ડૉ. નઈમ શેખ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
તથા આ પ્રોગ્રામમાં પોલીસ સમન્વયના ( જય મડી ) પંકજભાઈ પંચાલ, ઇક્વિટાસ સ્મોલ ફાઈનાન્સ બેન્કના મેનેજર શ્રી મીલન વાધેલા, ક્ષમાબેન જોશી, બિન્દુબેન, રશ્મીબા ગઢવી, વર્ષાબેન, તબસ્સુમ પઠાણ, સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ ના પ્રવીણભાઈ વેગડા , નવેદ ભાઈ સૈયદ નાઝએ ઇન્શા ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતિ શેખ શેહનાઝ બાનું અહમેદાબાદ મિત્રના રિપોર્ટ ઇમરાનખાન પઠાણ, જુનેદ શેખ, નિકેત ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકર્મમાં સાથ-સહકાર આપ્યો હતો
ઉલ્ખનીય છે કે હાલ કોરોના જેવી મહામારી ચાલી રહી છે તેને ધ્યાનમાં રાખી ઉકાળા, માસ્ક, હોમિયોપેથી, આયુર્વેદિક દવાનુ વિતરણ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત આ પ્રોગ્રામમા સરકારી ગાઈડ લાઇન પ્રમાણે વૃક્ષારોપણના કાર્યકમનુ આયોજન કરવામાં આવ્યું હતું…👆👆👆👆

IMG-20200907-WA0055-2.jpg IMG-20200907-WA0058-0.jpg IMG-20200907-WA0056-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *