Uncategorized

ધારી વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૦ ૩ નવેમ્બરના મતદાન અને ૧૦ નવેમ્બરના મતગણતરી ધારી વિધાનસભા મત વિસ્તારના ૩૩૭ મતદાન મથકો પર ચૂંટણી યોજાશે ૧.૧૩ લાખ પુરુષ અને ૧.૦૪ લાખ સ્ત્રી એમ કુલ મ

ધારી વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૦
૩ નવેમ્બરના મતદાન અને ૧૦ નવેમ્બરના મતગણતરી
ધારી વિધાનસભા મત વિસ્તારના ૩૩૭ મતદાન મથકો પર ચૂંટણી યોજાશે
૧.૧૩ લાખ પુરુષ અને ૧.૦૪ લાખ સ્ત્રી એમ કુલ મળી ૨.૧૭ લાખ મતદારો
ફરજ પરના સ્ટાફને સેનિટાઇઝર, માસ્ક, ગ્લવ્ઝ અપાશે : તમામ સ્ટાફનું હેલ્થ ચેકઅપ કરાશે
તંત્ર દ્વારા રાજકીય પક્ષો સભા યોજી શકે તેવા સ્થળો નક્કી કરાયા

*કોવીડ પોઝિટિવ, આઇસોલેટેડ કે લક્ષણો ધરાવતા મતદારો માટે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા*

*કોવીડ-૧૯ અંગે આયોગ દ્વારા અપાયેલી ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરવા અપીલ*

અમરેલી, તા: ૧ ઓક્ટોબર ૨૦૨૦

ભારતના ચૂંટણી પંચ દ્વારા વિધાનસભા પેટા ચૂંટણીની તારીખો જાહેર કરાતાં અમરેલી ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વિઠલાણીએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરેલ કાર્યક્રમ મુજબ ધારી વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણી અંગેનું જાહેરનામું આગામી તા. ૯-૧૦-૨૦૨૦ના રોજ બહાર પાડવામાં આવશે. જેમાં ઉમેદવારો તા. ૧૬-૧૦-૨૦૨૦ સુધી ઉમેદવારી પત્રો રજૂ કરી શકશે. તા.૧૭-૧૦-૨૦૨૦ ના રોજ ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે અને ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તા. ૧૯-૧૦-૨૦૨૦ રહેશે. ધારી વિધાનસભા પેટાચૂંટણી બેઠકનું મતદાન તા. ૩-૧૧-૨૦૨૦ રોજ અને મત ગણતરી તા. ૧૦-૧૧-૨૦૨૦ ના રોજ હાથ ધરાશે. તેમજ ચૂંટણી પ્રક્રિયા તા. ૧૨-૧૧-૨૦૨૦ ના રોજ પુરી થશે.
વધુ વિગતો આપતા શ્રી વિઠલાણીએ જણાવ્યું હતું કે ધારી વિધાનસભા મત વિસ્તારના ૩૩૭ મતદાન મથકો પર ચૂંટણી યોજાશે.
તાજેતરના આંકડાઓ મુજબ આ પેટા ચૂંટણી માટે ૧,૧૩,૨૯૬ પુરુષ અને ૧,૦૪,૧૮૫ લાખ સ્ત્રી અને અન્ય ૭ એમ કુલ મળી ૨,૧૭,૪૮૮ લાખ મતદારો નોંધાયેલા છે. ધારીના સરસીયા રોડ પર આવેલી એન્જીનીયરટિંગ કોલેજ ખાતે રીસીવિંગ-ડીસ્પેચીંગ સેન્ટર ઉભું કરાશે. ધારીની જી. એન. દામાણી હાઈસ્કૂલ ખાતે પોલીસ સ્ટાફને તાલીમ આપવામાં આવશે તેમજ ધારીની યોગીજી મહારાજ મહિલા કોલેજ ખાતે મતગણતરી યોજાશે. ચૂંટણી આયોગ દ્વારા કોવીડ-૧૯ અંગે આપવામાં આવેલી ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી હતી.

કોવીડ-૧૯ની પરિસ્થિતિમાં ફરજ પરના સ્ટાફને સેનિટાઇઝર, માસ્ક, ગ્લવ્ઝ આપવામાં આવશે. તેમજ તમામ સ્ટાફનું હેલ્થ ચેકઅપ પણ કરવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા રાજકીય પક્ષો સભા યોજી શકે તેવા સ્થળો આઈડેન્ટિફાય કરવામાં આવશે. ચૂંટણી તંત્ર દ્વારા બગસરા, ધારી અને ખાંભા ખાતે રાજકીય પક્ષો સભા યોજી શકે તેવા સાત મેદાન નક્કી કરવામાં આવ્યા છે. રાજકીય પક્ષો બગસરાના શિવાજી ચોક, ગોંડલીયા ચોક અને વિજય ચોકના મેદાન ખાતે સભા યોજી શકશે જયારે ધારીના નર્મદેશ્વર મહાદેવ મંદિર, ગાંધી ચોક અને લાઈબ્રેરી ચોકના મેદાન ખાતે સભા યોજી શકશે. ખાંભાના પીપળવા રોડ પરના આંબાવાડી રોડ ખાતે સભા યોજી શકશે. સભા સ્થળે હાજર રહેનાર વ્યક્તિએ પોતાના પીવાનું પાણી સાથે રાખવાનું રહેશે. દિવ્યાંગ, ૮૦ વર્ષથી વધુ ઉંમરના, આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા તેમજ કોવીડ-૧૯ પોઝિટિવ/ શંકાસ્પદ/ હોમ ક્વોરેન્ટાઇન થયેલા મતદારો પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની વ્યવસ્થા કરવામા આવશે.

ચૂંટણીલક્ષી માહિતી માટે તંત્ર દ્વારા ચૂંટણી અધિકારીશ્રીની કચેરી ખાતે બે ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૨૭૯૨ તથા ૧૮૦૦-૨૩૩-૨૮૯૨ તેમજ ધારી પ્રાંત અધિકારીશ્રીની કચેરી ખાતે કોલ સેન્ટર નંબર ૦૨૭૯૭ ૨૨૫૦૭૦ કાર્યરત કરવામાં આવ્યા છે. સમગ્ર પેટા ચૂંટણી દરમિયાન તમામ વ્યક્તિઓએ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે. ચૂંટણીના હેતુ માટે વપરાતા હોલ/રૂમ/પ્રાંગણના પ્રવેશ દ્વારે તમામ વ્યક્તિઓનું થર્મલ સ્ક્રીનિંગ તેમજ સેનિટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવશે.

જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *