કોરોનાવાયરસ ની મહામારી ના પગલે પાટણ શહેરમાં જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ બનવા અનેક સેવાકીય સંસ્થાઓની સાથે સાથે પાટણના સેવાભાવી અગ્રણીઓ દ્વારા પણ અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે ત્યારે આવી સેવાકીય પ્રવૃત્તિ કરતા પાટણના પ્રબુદ્ધ નગરજનો ને પ્રોત્સાહિત કરવા ધ કિંગ વેબ ચેનલ દ્વારા સન્માનપત્ર એનાયત કરીને તેઓની સેવા ને બિરદાવવામાં આવી હતી.
તો પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ અને અનેકવિધ સેવાકીય સંસ્થા સાથે સંકળાયેલા લોહાણા સમાજના અગ્રણી લાલેશ ઠક્કરનુ પણ ન કીગ વેબ ન્યૂઝ ચેનલ દ્વારા સન્માન પત્ર આપીને તેઓની સેવાકિય પ્રવૃતિને બિરદાવી હતી. આ સાથે પાટણ શહેરની શ્રી રામ રહીમ સેવા સંસ્થાન અને જલારામ સેવા ટ્રસ્ટ પરિવારને પણ તેઓની સેવાકીય પ્રવૃત્તિ બદલ સન્માનિત કરાયા હોવાનું ધ કીગ વેબ ચેનલ પાટણ જિલ્લાના રિપોર્ટર જે.કે. મકવાણાએ જણાવ્યું હતું.