નકટી નદીમાં અનેક અબોલ પશુઓ અવારનવાર પડી જતા મોત નિપજ્યા છે
ભાણવડ ન. પા. ને અનેક રજુઆત કરવા છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવી
તાત્કાલિક રેલિંગ બનાવે ન. પા. ભાણવડ નહીં તો એનિમલ કેર ગ્રૂપના 44/ સભ્યો લડી લેવાના મૂળમાં
નકટી નદીની રજુઆતને નીતિની નજરે જુવે ભાણવડ નગરપાલિકા
*દેશુર ધમા -ખંભાળિયા*
ભાણવડ વેરાડ નાકા પાસે નકટી નદી ની નજીક થી જ બાયપાસ રોડ પસાર થાય છે જેથી વાહનોના 24 કલાકના અવરજવર ચાલુજ હોય અને તેમજ બાજુ માં જ શકભાજી ની લારીઓ હોય જેથી વધેલું શાક ભાજી ત્યાંજ ફેંકી દેવાના કારણે બિનવરસુ ઢોર (ગૌ વંશો) આખો દિવસ ત્યાં જ પડયા પાથર્યા રહેતા હોય…
જ્યારે વાહન પસાર થાય ત્યારે આ નદી ની ફરતે કોઈ પ્રકાર ની આડશ કે રેલિંગ ના હોય જેથી આવા અબોલ પશુઓ પોતાનું બેલેન્સ ગુમાવી દઈ અને કાદવ કીચડ વાળી નકટી નદી માં ખાબકે છે..આવા બનાવ એક માસ માં 15 વખત બને છે
3 દિવસ પહેલા જ એક ધણખુંટ પડ્યો જેણે પછડાટ ને કારણે પોતાનો જીવ ગુમાવ્યો અને ગઈકાલે પણ રાત્રે એક ધણખુંટ પડતા પ્રાણી પ્રેમી મિત્રો દ્વારા આ ધણખુંટને બહાર કાઢી અને પ્રાથમિક સારવાર અપાઈ..
વારંવાર ના આવા બનાવોથી અસંખ્ય અબોલ પશુઓ એ પોતાનો જીવ ગમાવ્યો છે
આ વાત ની મૌખિક રજૂઆતો નગરપાલિકા ના ચીફ ઓફિસર, પ્રમુખશ્રી તેમજ કોર્પોરેટર્સ, ને કેટલીય વાર કરવા છતાં 15 દિવસ માં થઈ જશે જેવા ખોટા વાયદાઓ કરવામાં આવે છે અને આ રજૂઆતો છતાં કોઈ અઘીકારીઓ ના પેટ નું પાણી પણ ના હલતું હોય તેવું લાગી રહ્યું છે જેનો ભોગ આવા મૂંગા અબોલ પશુઓ બને છે ત્યારે આ નદી ને ફરતી રેલિંગ કરવા મા નહીં આવે તો આગામી સમય માં આંદોલન કરવાની જરૂર પડ્યે એનિમલ કેર કડક આંદોલન કરીશે રિપોર્ટર વિતલ પીસાવાડિયા


