પડધરી: કિશાન સહાય યોજના અંતર્ગત તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવા માંગ
અતિભારે વરસાદ ના કારણે જે અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે તેના કારણે સરકાર દ્વારા જાહેર કરાયેલા કિશાન સહાય યોજના દ્વારા જે પણ ખેડૂતના ખેતર માં પાક નું નુકસાન થયું છે તેનું તાત્કાલિક સર્વે કરીને સહાય ચૂકવાય અને તેના નીયમો માં ફેરફાર કરવામાં આવે જેથી ખેડૂતોને આ નુકસાનનો લાભ મળે તેવી રજૂઆત પડધરીના ખેડૂતો દ્વારા કરવામાં આવી છે
હાલમાં જે મગફળી પાકને તૈયારી થવામાં એક મહિનો છે તો સરકારી ખરીદી કેન્દ્રો પર ઓનલાઈન ચાલુ કરે અને ખેડૂતોની સંપૂર્ણ મગફળી ખરીદે તેવી માંગ છે અને માર્કેટિંગ યાર્ડમાં જે ખરીદી થાય છે અને ખેડૂત નો માલ મફત ના ભાવે વેચાય છે તેમાં વટહુકમ લાવી ને ખેડૂતોના માલ ની એનએસપી કરતા નીચા ભાવે માલની હરાજી નો થાય તેવી માંગ છે
અને આવનારા દિવસો માં ખેડૂતોને ખેતી માટે સિંચાઇ માટે પાણી અને પોષણક્ષમ ભાવ અને દિવસે વીજળી મળી રહે તેવી પડધરીના ખેડૂતોની માંગ છે
રિપોર્ટર- નિખીલ ભોજાણી
