પડધરી તાલુકાના મોટા રામપર ગામમાં રહેતા ગણેશભાઈ વાલજીભાઈ ભોજાણી (ઉ.વ. ૯૦) સવારે સાતેક વાગ્યે ઘરેથી વાડામાં જતા હતા, ત્યાર પૂરજપાટે આવતી કારે ઠોકર મારી દૂર ફંગોળી દીધા હતા કાર ચાલાક ઘટના સ્થળે થી નાસી છૂટ્યો હતો. મોટાં રામપર ગામના સ્થાનિકોએ તુરંત ૧૦૮ ને ફોન કરતા તુરંત ઘટના સ્થળે ૧૦૮ દોડી આવી હતી અને પડધરી પોલીસ ને જાણ થતા ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને પી.એમ અર્થ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર- નિખીલ ભોજાણી


