ધ્રોલનું દંપતિ રાજકોટ આંખ ની હોસ્પિટલમાં આંખ માટેની દવા લેવા જઈ રહ્યું હતું પડધરી નેશનલ હાઈવે પર સ્પીડ બ્રેકર ઠેકાડવા જતા પતિના બાઈક પરથી નીચે પડી જતા પત્ની પડી જતા ગંભીર ઇજાથી મોત નિપજ્યું હતું પ્રાપ્ત વિગતો મુજબ ધ્રોલના ગીતાનગર માં રહેતા વિનોદભાઈ મારું ને આંખમાં દુખાવો ઉપડતા પોતાની પત્નીને ભારતીબેન મારુંને બાઈક માં બેસાડી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દવા લેવા માટે જઇ રહ્યા હતા અક્સ્માત માં ગંભીર ઘવાયેલા મહિલાને પ્રથમ પડધરી સીવીલ હોસ્પિટલમાં બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતાં. વાળંદ પરિવારમાં અરેરાટી મચી ગઇ હતી પડધરી પોલિસે અક્સ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
રિપોર્ટર- નિખીલ ભોજાણી


