પરણિતા ને બાળકીની સારવાર નો ખર્ચ ના આપવા, શારીરિક માનસિક ત્રાસ આપવાની ફરિયાદ
જન્મજાત મગજ ની તકલીફ વાળી બાળકી ને કુવા માં નાખી આપવાનું કહયું,
હળા હળ કલયુગ આવ્યો., માનવતા મરી પરવારી.
વડિયા ના નાની કુંકાવાવ ગામે છેલ્લા ઘણા સમય થી દક્ષાબેન વિજયભાઈ સાંગાણી નામના પરણિતા ને કરિયાવર લઇ આવી નથી, તારા માં બાપે કઈ આપ્યું નથી આવા મેણાં ટોણા તેમના સાસુ હંસાબેન, નણંદ દક્ષાબેન, ધર્મિષ્ઠાબેન, નીતાબેન દ્વવારા શારીરિક અને માનસિક ત્રાસ આપી તથા તેમના પતિ ને ચડાવી માર મારતા મારા માતા પિતા ને જાણ કરતા તે લઇ ગયેલ હતા. આ સમયે દક્ષાબેન પ્રેગનેંટ હોવાને કારણે તેમને તેમના પિયર માં એક દીકરી ને જન્મ આપ્યો હતો.આ પિહુ નામની દીકરી ને મગજ ના હોવાની બીમારી હોવાથી તેમની આજીવન સેવા કરવાનું પરણિતા ને ડોકટર એ જણાવ્યું છે. આ આબાબત ની જાણ તેમના સસરા ના પરિવાર અને પતિને કરતા એ દીકરીને કુવામાં નાખી ને મારી નાખવા કહેલ અને સારવાર ના પૈસા ના આપવા પાન જણાવેલ. પતિપત્ની ના ઝગડા માં એક બીમાર બાળકી પ્રત્યે ની સંવેદના જાણે મારી પરવારી હોય તેમ સારવાર માટેનો ખર્ચ આપવાની પાન ના પડતા મહિનાનો દસહજાર જેટલો સારવાર નો ખર્ચ થતોહોય તે ખર્ચ પાન પતિ અને પરીવાર આપવા તૈયાર ના હોય અને શારીરિક અને માનસિક ત્રાસ આપવાની અને મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ વિજય રણછોડભાઈ સાંગાણી, રણછોડભાઈ સાંગાણી, હંસાબેન સાંગાણી, દક્ષાબેન, ધર્મિષ્ઠાબેન અને નીતાબેન સાંગાણી રહે અમદાવાદ વિરુદ્દ દક્ષાબેન દ્વારા વડિયા પોલીસ માં નોંધાવવા માં આવી છે જે અંગે ની વધુ તપાસ વડિયા પોલીસ કરી રહી છે.
રિપોર્ટર રાજુભાઈ કારીયા વડીયા
