બગસરામાં સહકારી ક્ષેત્રને બિરદાવતા ગુજરાત સરકારના મંત્રી જયેશભાઇ રાદડીયા
બગસરામાં સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળી લિમિટેડ.. ની શુભેચ્છા મુલાકાત કરતા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા ત્યારે આ તકે સૌરાષ્ટ્ર નાગરિક શરાફી મંડળના લી.ના ચેરમેન અનિલભાઈ વેકરીયા દ્વારા જયેશભાઇ રાદડીયા નુ ઉત્સાહભેર સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે તેઓની સાથે પધારેલ બગસરા શહેર ભાજપ પ્રમુખ એવી રીબડીયા તેમજ બગસરા તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ સતાસીયા નું પણ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ મંત્રીશ્રી જયેશ રાદડિયા દ્વારા આ મંડળી કરેલા કામોની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ છેલ્લા ૧૧ વર્ષથી સહકારીતા ની ભાવના સાથેની કામગીરી કરી રહેલ છે તેને આગળ વધવા શુભકામનાઓ આપેલ અને ભવિષ્યમાં જરૂર જરૂર જણાય તો કોઈપણ પ્રકારની મદદની પણ ખાત્રી આપેલ તેમ સંસ્થાના ચેરમેન અનિલભાઈ વેકરીયા જણાવી રહ્યા છે….
રિપોર્ટર…. ઈમ્તિયાઝ સૈયદ બગસરા




