*બાગાયતની વિવિધ સહાય માટે ૩૧ જુલાઈ સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી સ્વીકારાશે*
અમરેલી, તા: ૪ જુલાઈ ૨૦૨૦
આગામી ૩૧ જુલાઈ સુધી બાગાયત ખાતાની વિવિધ યોજનાઓમાં સહાય મેળવવા ઇચ્છુક ખેડૂતો માટે આઇ-ખેડૂત પોર્ટલ મારફતે ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે. જેના માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ ટુલ્સ, ઇક્વિપમેન્ટ, શોર્ટિંગ ગ્રેડીંગના સાધનો (તાડપત્રી તથા પ્લાસ્ટીક ક્રેટસ), મેન્યુઅલ સ્પ્રેયર, પાવર નેપસેક સ્પ્રેયર (૮-૧૨ લી અને ૧૨-૧૬ લી) અને ફક્ત અનુસૂચિત જાતિના ખેડૂતો માટે પેકહાઉસ ૯x૬ ચો.મી. ઘટકો માટે ઓનલાઇન અરજી કરી જરૂરી સાધનિક પુરાવા સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, સરદાર ચોક, ચક્કરગઢ રોડ, અમરેલી ખાતે મોકલી આપવા જણાવવામાં આવે છે. અરજી કરવા માટે http://ikhedut.gujarat.gov.in આઇ ખેડૂત પોર્ટલનો ઉપયોગ કરવાનો રહેશે. અરજી કરતી વખતે ખેડૂત ખાતેદારે ૭-૧૨, ૮ અ, બચત બેંક ખાતા, આધાર કાર્ડ તથા મોબાઇલ નંબરની વિગતો વગેરે પુરાવા સાથે રાખવા જરૂરી છે. આ અંગે વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીનો ૦૨૭૯૨ ૨૨૩૮૪૪ નંબર ઉપર સંપર્ક સાધવાનો રહેશે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756
