બાબરા
તા.૦૭/૦૫/૨૦૨૦
બાબરા તાલુકાના દરેડ ગામે થી પરપ્રંતીઓ ૪૪ જેટલા શ્રમિકો ના પરીવાર ને મધ્યપ્રદેશ માટે કાલ સાંજે રવાના કરવામાં આવ્યા
જ્યારે દેશ અને દુનિયામાં કોરોના વાઇરસ ના કારણે સ્થિતિ વણસવી અટકાવવા લાગેલા દેશ વ્યાપી લોકડાઉન મા ઠેર ઠેર રોકાણ થયેલા ગુજરાત બહાર ના શ્રમિક પરિવારો નેપિતાના માદરે વતન મા જવા માટે રાજ્ય સરકાર દ્વારા સરકારની સૂચના મુજ કાલ સાંજે બાબરા ના દરેડ ગામે થી સ્ત્રી,પુરુષ,બાળક,બાળકો મળી ૪૪ કેટલાં સદસ્યો ને મધ્યપ્રદેશ માદરે વતન તરફ જવાદેવા અમરેલી જિલ્લા કલેકટર સાહેબ આયુષ અોક ના હુકમ મંજૂરી બાદ બાબરા તાલુકાના તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે મળતી વિગત મુજબ દરેક ગામે લોકડાઉન સ્થિતિ મા શિમ વિસ્તારમાં છૂટક મજૂરી ના કામો માટે આવેલ લોકોને દરેડ ગામ ના સરપંચ વનરાજભાઈ તખુભાઈ વાળા દ્વારા જિલ્લા કલેકટર સમક્ષ ઓન લાઇન રજૂઆત કરવામાં આવેલી અંતર્ગત કાલ સાંજે ૮:૦૦ કલાકે પ્રાઇવેટ વાહન નંબર જી.જે.૧૪ ટી.૦૭૧૮ મારફત દરેડ ગામે થી ૧૩ મહિલાઓ ૧૨ પુરુષો ૮ બાળાઓ ૧૨ બાળકોને રવાના કરવા માટે સ્થાનિક તંત્ર દ્વારા તખ્તો તૈયાર કરવામાં આવ્યો હતો.
જેમાં મોડી સાંજે ગ્રામ્ય સરપંચ સ્થાનિક તાલુકા મામલતદાર તાલુકા પોલીસ તાલુકા હેલ્થવિભાગ ની ઉપસ્થિતિમાં ૬૦ જેટલા પેસેન્જરો ની કેપીસિટી ધરાવતા વાહન મા સોશ્યલ ડિસ્ટન્સ ને ખ્યાલ રાખી ૪૪ લોકોને મુસાફરી મારફત માદરે વતન પરત મોકલવામાં આવ્યા.દરેડ ગામ ના સરપંચ દ્વારા જણાવ્યા મુજબ સાંજે રવાના કરાયેલ વાહન દરેડ થી બરવાણી (મધ્યપ્રદેશ) વાયા દાહોદ તરફ થી ચલાવવા અંગે મંજૂરી મળી છે.
રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા