બાબરા
તા.૨૦/૦૫/૨૦૨૦
બાબરા તાલુકાના દરેડ ગ્રામ પંચાયત મા સરપંચ ના અધ્યક્ષ સ્થાને પાન ના ગલ્લા,ઠંડાપીણા,કરિયાણા ગંધિયાણા વિગેરે નાની મોટી દુકાનો ની બેઠક યોજવામાં આવી હતી.
આજ રોજ બાબરા તાલુકા ના દરેડ ગ્રામ પંચાયત માં સરપંચ શ્રી ના અધ્યક્ષ સ્થાને દરેડ ગામે કરિયાણા,પાન ના ગલ્લા,ઠંડાપીણા વિગેરે નાની મોટી દુકાન ધરાવતા તમામ દુકાનદારો ની બેઠક બોલાવવા માં આવી આજ ની બેઠક મા તમામ દુકાનદારો એ હાજરી આપી હતી તેમજ સરપંચ ઉપસરપંચ તલાટી કમ મંત્રી દ્રારા કોવિડ 19 અંતર્ગત કલેકટર સાહેબ અમરેલી ના જાહેરનામા મુજબ તમામ સુચના ઓ આપવા મા આવી.આ ઉપરાંત સૌથી મહત્વનો તથા ખુબ જ ઉપયોગી પુરવાર થાય તેવો એક નિર્ણય લેવામા આવ્યો જેમા તમામ દુકાનદારો ને ગ્રામ પંચાયત મારફત દરેડ ગામ ના બાળકો ના આરોગ્ય ને લઈ ચર્ચા કરવા મા આવી કે જેમા કોઇ પણ પ્રકાર ના આઈ એસ આઈ માર્કા લાગેલા ન હોય તેમજ સરકાર માન્ય ન હોય તેવા કોઇ પણ પ્રકારના નાસ્તાઓ નું વેચાણ કરવુ નહિ જેમા આઇ એસ આઇ માર્કા લાગેલા હોય તેવા જ ફ્રાઈમ્સ તથા ચોકલેટ વિગેરે નાસ્તા ઓ નું વેચાણ કરવુ.આ બાબતે સરપંચ શ્રી વનરાજભાઈ તખુભાઈ વાળા દ્રારા રજુઆત કરવામાં આવતા તમામ દુકાનદારો એ સદરહું બાબતે સહમતિ દેખાડી હતી તેમજ બાળકો ના હેલ્થ નું ધ્યાન રાખી સારી ગુણવત્તા ધરાવતા હોય તેવા જ નાસ્તા નું વેચાણ કરીશુ એવા શપથ સાથે તમામ દુકાનદારોએ ગ્રામ પંચાયત ને ખાત્રી આપી હતી.
રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા




