Uncategorized

બાબરા તાલુકાના પોલિસ જવાનો અને ટ્રાફિક બ્રિગેડ દ્રારા સધંન ચેકિંગ.

બાબરા
તા.૨૬/૦૪/૨૦૨૦

બાબરા તાલુકાના પોલિસ જવાનો અને ટ્રાફિક બ્રિગેડ દ્રારા સધંન ચેકિંગ.

(પોલિસ તંત્ર ૨૪ કલાક ખડેપગે અને કલમ ૧૪૪ નો ભંગ કરનાર ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે)

બાબરા તાલુકા માં રાજકોટ ભાવનગર જીલ્લા ની સરહદ આવેલી હોય તેથી વાહનો ની અવર જવર પણ વધારે રહેતી હોય છે. ત્યારે બાબરા પી.એસ.આઈ. વિ.વિ.પંડીયા, એ.એસ.આઈ. એસ.ડી.અમરેલીયા, ટ્રાફિક બ્રિગેડ નરેશભાઈ ધાખડા, પરેશભાઈ રાઠોડ, સહિત ના સ્ટાફે લોકડાઉન પગલે આવતા જતા વાહનો નું સઘંન ચેકિંગ કરવામાં આવેલ હતું. અને આ ચેકિંગ દરમ્યાન વાહનો ને ડીડેઈન કરવા માં આવેલ હતા. અને બહાના બતાવતા લોકોને પરત મોકલવા માં આવેલ હતા. સાથે બાબરા શહેર માં લટાર મારવા નિકળેલા લોકો ના ચીન વીખી નાખ્યા હતા. પોલિસ દ્રારા બાબરા માં સવાર થી જ કાયદા નું લોકોને ભાન કરાવવા માં આવેલ હતું. લોકડાઉન દરમ્યાન ઘરની બહાર ના નીકળવા તંત્ર ની તાકીદ કરવામાં આવેલ હતી. બાબરા તાલુકા માં લોકડાઉન નો પુરેપુરો અમલ થાય તે માટે પોલિસ તંત્ર ૨૪ કલાક ખડેપગે લોકોની સેવામાં હાજર છે. તેમજ કલમ ૧૪૪ નો ભંગ કરનાર ઈસમો સામે કડક મા કડક કાર્યવાહી કરવા માં આવશે. તે માટે કોઈ એ પણ વગર કામો બહાર ના નિકળવું અને ટોળા વળી ના બેસવું.

રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા

IMG-20200426-WA0041-1.jpg IMG-20200426-WA0044-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *