બાબરા
તા.૨૯/૦૪/૨૦૨૦
બાબરા તાલુકાના ભિલડી ગામે લાંબા સમય થી મહી પાણી નું વિતરણ કરવામાં નથી આવીરહ્યુ
(ગામના જાગૃત સરપંચ દ્રારા અનેક વખત રજુવાત કરવામાં આવેલ છે પણ આજ દિન સુધી કોઈ યોગ્ય પગલા નથી લીધા)
હાલ માં સમગ્ર દેશ કોરોના વાયરસ ની જઝુંબી રહ્યો છે. તો બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારો માં ઉનાળા ના લીધે પાણી ની ખુબજ તકલીફ ઉભી થય છે.
અમરેલી જીલ્લા ના બાબરા તાલુકા ના ભિલડી ગામે લાંબા સમય થી માહી પાણી નું વિતરણ કરવામાં આવેલ નથી ત્યારે ગામ ના જાગૃત સરપંચ હરેશભાઈ દ્રારા પાણી પુરવઠા ને રજુવાત કરવા માં આવી છે. છતા આજ દિન સુધી કોઈ યોગ્ય પગલા લેવામાં આવ્યા નથી ભિલડી ગામ ના લોકો દ્રારા તંત્ર ને અપીલ કરવામાં આવેલ છે કે આ કોરોના ની મહામારી વસે ભિલડી ગામ માં પાણી ની મોટા માં મોટી તકલીફ થય રહી છે. અને માલ ઢોર માટે તેમજ ઘર વપરાસ માટે પણી ની ખુબજ તકલીફ થય રહી છે. માટે વહેલી તકે આ સમસ્યા માં થી ગામને ઉગારવા માટે તંત્ર ને અપીલ છે. વધુ માં ગામ ના સરપંચ શ્રી હરેશભાઈ દ્રારા જણાવ્યું છે કે, અગાઉ પણ અનેક વાર તંત્ર ને આ પાણી ની તકલીફ બાબતે લેખિત અને મોખિક રજુવાત કરવામાં આવેલી છે પણ આજ સુધી કોઈ યોગ્ય પગલા લેવામાં નથી આવ્યા જો આ બાબતે તંત્ર વહેલી તકે યોગ્ય પગલા નહી ભરે તો ઉગ્ર રજુવાત કરવા માં આવશે જો તેના થી પણ સમસ્યા હલ ન થાય તો ગાંધી ચીધ્યા માર્ગે સાલવા મજમુર થવું પડે છે.
રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા