Uncategorized

બાબરા તાલુકાના વાંડળીયા ગામે લોકડાઉન ના જાહેરનામા નો ભંગ થતો જોવા મળ્યો.

બાબરા
તા.૨૮/૦૪/૨૦૨૦

બાબરા તાલુકાના વાંડળીયા ગામે લોકડાઉન ના જાહેરનામા નો ભંગ થતો જોવા મળ્યો.

(ગામની બજારો તેમજ ગલીઓ માં લોકો ટોળા વળી ગપ્પાં મારતા જોવા મળ્યા, ન્યુંજ ટીમ બાબરા દ્રારા કવરેજ)

હાલ સમગ્ર દેશ માં કોરના વાયરસ ના કારણે લોકડાઉન છે. ત્યારે હજુ પણ અમુક ગ્રામ્ય વિસ્તારો માં કોરોના મહામારી ની ગંભીરતા ને હળવાશ થી લેવા માં આવી રહી છે. ત્યારે અમરેલી જીલ્લા ના બાબરા તાલુકા ની ન્યુંજ ટીમ ના સભ્યો રાહુલ ડી. પરમાર, હિરેનભાઈ ચૌહાણા, આદિલખાન પઠાણ, હરેશભાઈ ડી. પરમાર, અને હાર્દિકભાઈ તળાવીયા દ્રારા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો ની મુલાકાત કરી લોકડાઉન ની પરિસ્થિતિ નું કવરેજ કરી રહયા છે. ત્યારે અમારી ટીમ બાબરા તાલુકા ના વાંડળીયા ગામે પોચી હતી. ગામનાં પ્રવેશ કરતા જ લોકડાઉન નું ઉલ્લઘંન થતું જોવા મળ્યું હતું. અહી ગામમાં જ્યારે અમારી ટીમ પોચી ત્યા જ ગામની એન્ટ્રી માં જ ગામ લોકો ના ટોળા જોવા મળ્યા હતા. જ્યારે ગામ ની અંદર પ્રવેશ કર્યો ત્યારે જોવા મળ્યું કે અહી લોકડાઉન નું કોઈ પણ પાલન નથી થતું. ગામની બજારો માં કામ વગર ટોળા વળી ગપ્પાં મારતા લોકો જોવા મળ્યા હતા. જ્યારે આ બાબતે અમારી ટીમ દ્રારા વધુ તપાસ કરતા ગામ માં અમુક વિસ્તારો માં તો દુકાનો પાસે યુવાનો મોબાઈલ માં મસગુલ જોવા મળ્યા હતા. જ્યારે અમારી ટીમ કેમેરા માં ચુટ કરવા લાગ્યા ત્યારે કેમેરા જોઈ લોકો ભાગવા લાગ્યા હતા.
બાબરા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો માં સતત કવરેજ કરતી અમારી ટીમ આજે વાંડળીયા ગામની મુલાકાત કરતા જાણવા મળેલ હતું કે અહી કોઈ પણ રીતે લોકડાઉન નું પાલન થતું નથી. શું આ ગામ ને લોકડાઉન લાગતુ નથી? કે આ બાબતે ગ્રામ પંચાયત ની પણ બેદરકારી જવાબદાર હશે? આવા અનેક સવાલો થય રહ્યા છે. ત્યારે તંત્ર ને અને પોલિસ જવાનો ને અમારી ટીમ દ્રારા અપીલ છે કે આવા ગામો માં પેટ્રોલિંગ વધારે કરવા ની ખુબજ જરુર છે. અને કાયદા નું ઉલ્લઘંન કરતા લોકો ને કાયદા નું ભાન કરાવવા ની ખુબ જ જરુર છે.
બાબરા તાલુકા ની જનતા ને અમારી ટીમ દ્રારા જાહેર અપીલ છે કે, લોકડાઉન નું યોગ્ય પાલન કરો અને કામ વગર ઘરની બહાર ના નીકળો. અને ગામના ઓટાઓ, બાકડાઓ પર કામ વગર ટોળા વળી ના બેસો. અમારી ટીમ દ્રારા કવરેજ કરતા જાણવા મળેલ હતું કે હજુ પણ અમુક ગ્રામ્ય લોકો આ મહામારી ને હળવાશ થી લઈ રહ્યા છે.

રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા

IMG-20200428-WA0029-2.jpg IMG-20200428-WA0028-0.jpg IMG-20200428-WA0030-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *