Uncategorized

બાબરા તાલુકાના વાંડળીયા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ૯ ઇસમોને રોકડ રકમ, મોબાઇલ ફોન, વાહનો સહિત મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

બાબરા
તા.૨૫/૦૫/૨૦૨૦

બાબરા તાલુકાના વાંડળીયા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ૯ ઇસમોને રોકડ રકમ, મોબાઇલ ફોન, વાહનો સહિત મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓએ જીલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ગઇ કાલ તા.૨૪/૦૫/૨૦૨૦ ના રોજ બાબરા તાલુકાના વાંડળીયા ગામની સીમમાં બાવળ વાળી વાડી તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલ નાથાભાઇ અમરાભાઇ વાળાની વાડીએ શેઢા પાસે ખુલ્લામા કેટલાક ઇસમો જાહેરમા તીનપત્તીનો પૈસા પાનાથી હાર જીતનો જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમી આધારે અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી નાઓની રાહબરી નીચે એલ.સી.બી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા ૯ ઇસમો રોકડ રકમ અને જુગારના સાહિત્ય, મોબાઇલ ફોન, વાહનો સાથે પકડાઇ ગયેલ હોય, આરોપીઓએ જુગાર રમવા ઉપરાંત બિનજરૂરી ઘરની બહાર નીકળી, સોશ્યલ ડીસ્‍ટન્‍સ નહીં જાળવી, માસ્‍ક નહીં પહેરી, જાહેરનામાનો ભંગ કરેલ હોય, જે તમામ સામે જુગારધારા મુજબ તેમજ જાહેર આરોગ્ય અંગે અમલમાં રહેલ વિવિધ જાહેરનામાના ભંગ બદલ ધોરણસર કાર્યવાહી કરી બાબરા પોલીસ સ્‍ટેશન માં સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપીઓ
૧) સંજયભાઇ ડુંગરભાઇ કાનાણી, ઉ.વ.૪૨, રહે.હાલ-જુના પીપરીયા, તા.જસદણ, જિ.રાજકોટ.
૨) દિનેશભાઇ રવજીભાઇ પટેલ, ઉ.વ.૫૦ રહે.હાલ-મોણપુર તા.જી.અમરેલી .
૩) શૈલેષભાઇ વાલજીભાઇ સાકરીયા, ઉ.વ.૩૮, રહે.હાલ-ઇંગોરાળા તા.બાબરા.
૪) જગદીશભાઇ મનુભાઇ પાનસરીયા, ઉ.વ.૩૮, રહે.વાંડળીયા, તા.બાબરા.
૫) વાઘાભાઇ કરશનભાઇ ખુંટ, ઉ.વ.૫૮, રહે.વાંડળીયા, તા.બાબરા
૬) રણુભાઇ ખોડાભાઇ ગીડા, ઉ.વ.૫૦, રહે.જુના પીપળીયા, તા.જસદણ, જિ.રાજકોટ.
૭) વિક્રમભાઇ દેવચંદભાઇ જીયાણી, ઉ.વ.૪૦, રહે.હાલ-વાંડળીયા, તા.બાબરા.
૮) ઉનડભાઇ લખુભાઇ બસીયા, ઉ.વ.૫૪, રહે.નોંધણવદર, તા.બાબરા
૯) નાથાભાઇ અમરાભાઇ વાળા, ઉ.વ.૬૫, રહે.વાંડળીયા, તા.બાબરા

પકડાયેલ મુદ્દામાલ
રોકડા રૂ.૩૫,૧૭૦/- તથા ગંજી પત્તાના પાના નંગ-૫૨, કિં.રૂ.૦૦/૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૦૯ જેની કી.રૂ.૨૨,૫૦૦/- તથા મો.સા.નંગ-૦૪, કિં.રૂ.૧,૨૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૧,૭૭,૬૭૦/- નો મુદ્દામાલ.

રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા

IMG-20200525-WA0045.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *