બાબરા
તા.૨૪/૦૪/૨૦૨૦
બાબરા પંથકમાં ચાલતા ઈંટ ઉત્પાદન ના પ્રમુખ દ્રારા ગ્રામ્ય વિસ્તારોમાં ઈંટ ભઠ્ઠાઓ ચાલુ કરવાની પરમિટ આપવા કલેક્ટર ને રજુવાત કરી.
(બાબરા ના ઈંટ ઉત્પાદન ના પ્રમુખશ્રી વિનુભાઈ પ્રજાપતિ એ કરી રજુવાત)
બાબરા મા ઈંટો નું ઉત્પાદન કરતા ભઠ્ઠાઓ બંધ છે અને હાલ ચોમાસું નજીક આવતું હોવા થી અને ઈંટો ધુડ ની હોવાથી તે ઈંટો ને ભઠ્ઠામાં ખડકવા માટે ઈંટ ઉત્પાદન ના પ્રમુખ વિનુભાઈ પ્રજાપતિ એ કલેક્ટર શ્રી ને પત્ર લખી ઈટોના ભઠ્ઠાઓને ચાલુ રાખવા રજુવાત કરી છે.
પત્ર માં જણાવેલ હતું કે, તા.૨૨ થી ગામ્ય વિસ્તારો માં ઈંટો ના ભઠ્ઠાઓ ને શરુ કરવાની સરકાર શ્રી દ્રારા જાહેરતા કરાયેલ છે. અમે આ પરવાનગી મેળવી આવશ્યક છે. ત્યારે આપ સાહેબ શ્રી ને અરજ છે કે અમરેલી જીલ્લા ના બાબરા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા ઈંટ ભઠ્ઠાઓ ને શરુ કરવા માટે એક સંયુક્ત ઓર્ડર કરવામાં આવે કારણ કે, આ ધંધા રોજગાર ની સિઝન છે માટે ચોમાસુ ટુંક સમયમાં શરુ થવાનું હોય તેથી અમારો કાચા માલ માં ખુબજ નુકસાની પડી શકે છે તો ઈંટો ના ભઠ્ઠાઓ ને શરુ કરવવા નમ્ર અપીલ છે આપ સાહેબ શ્રી ને નમ્ર અપીલ છે કે, અમારો કાચો માલ ભઠ્ઠામાં નાખવા માટે પરવાનગી આપશો. અંત માં પત્ર માં ઉલ્લેખ કરેલ છે કે, અમો લોકડાઉન નું પુર્ણ રીતે પાલન કરવા બંધાયેલ છીએ.
રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા