Uncategorized

બાબરા માં આજે પાલિકા દ્રારા માસ્ક પહેર્યા વગર નિકળેલા લોકો પાસે થી દંડ વસૂલાત કરવામાં આવ્યો હતો.

બાબરા માં આજે પાલિકા દ્રારા માસ્ક પહેર્યા વગર નિકળેલા લોકો પાસે થી દંડ વસૂલાત કરવામાં આવ્યો હતો.

( ગુજરાત સરકાર ના આદેશ અનુસાર કુલ ૩૦ વ્યક્તિઓ પાસે થી કુલ રુપિયા ૬૦૦૦ નો દંડ વસૂલાત કરવામાં આવ્યો)

જ્યારે સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના વાયરસ નો કાળો કહેર છે ત્યારે ગુજરાત સરકાર દ્રારા લોકડાઉન માં થોડી રાહત આપવા માં આવેલ છે. પણ તમામ છુંટછાટ માં શરતો નું ચુસ્ત પણે પાલન કરવા નું ફરજીયાત રહેશે. જેમનું એક કે બહાર કોઈ કામકાજ માટે નિકળો તો માસ્ક ફરજીયાત પહેરી ને જ નીકળવા નું રહેશે. અને જો કોઈ આ નિયમ નું પાલન ના કરે તો રૂ.૨૦૦ નો દંડ ભરવા નો ફરજીયાત રહેશે.
આ ભાગરૂપે બાબરા નગરપાલિકા દ્રારા આજરોજ શહેર માં માસ્ક પહેરીયા વગર ફરતા લોકો સામે પાલિકાએ લાલ આખ કરી હતી. માસ્ક વગર નીકળેલ લોકો પાસે થી દંડ વસુલ કરવા માં આવ્યો હતો. ગુજરાત સરકાર દ્રારા માસ્ક પહેરીયા વગર ના વ્યક્તિઓ પાસે થી દંડ વસુલાત કરવાની સૂચનાઓ આપવા માં આવેલ છે. આ સૂચનાઓ ને ધ્યાને લઈ બાબરા નગરપાલિકા દ્રારા કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. આ કામગીરી માં બાબરા મામલતદાર શ્રી બગસરિયા સાહેબ, પી.આઈ. શ્રી વાઘેલા સાહેબ, બાબરા નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી રઘુવિર સિંહ ઝાલા સાહેબ તેમજ એન્જિનિયર શ્રી સોલંકી, બાબરા પી.એસ.આઈ. શ્રી પંડ્યા સાહેબ, સલિમભાઈ ઓઢા, અને બાબરા નગરપાલિકા ની ટીમ દ્રારા માસ્ક વગર નીકળતા વ્યક્તિઓ પાસે થી રૂપિયા ૨૦૦ નો દંડ વસુલાત કરવામાં આવ્યો હતો. આજે નગરપાલિકા દ્રારા કુલ ૩૦ માસ્ક પહેરીયા વગર ના વ્યક્તિઓ પાસે થી કુલ દંડ ની રકમ રૂપિયા ૬૦૦૦ ની વસુલાત કરવા માં આવેલ હતી. અને લોકો ને અપીલ પણ કરવામાં આવેલ હતી કે, બિનજરૂરી બહાર ના નિકળે છુંટછાટ મળી છે પણ કોરોના વાયરસ સામેની લડત હજુ બાકી છે માટે સાવચેત રહેવાની ખુબજ જરુર છે. માટે બિનજરૂરી ઘરની બહાર ના નિકળવા તંત્ર તેમજ નગરપાલિકા ની ટીમ દ્રારા જનતા ને અપીલ કરવા માં આવેલ હતી.

રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા

IMG-20200520-WA0050.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *