બાબરા
તા.૦૫/૦૫/૨૦૨૦
બાબરા મા પીજીવીસીએકલ ના કમૅચારીઑ ઍ ત્રીજા તબક્કામાં જરુરીયાત મંદ લોકોને રાશન કીટ વિતરણ કરી માનવતા ની મહૅક પ્રસરાવી
કોરોનાવાયરસ એ સમગ્ર વિશ્વમાં મહામારી ફેલાવી લોકડાઉન ની સ્થિતિ નિર્માણ કરેલ હોય અને સરકાર શ્રી દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવેલ હોય ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જીવનનિર્વાહ ચલાવવા માં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. છેલ્લા એકાદ માસથી રોજગાર ધંધા ઠપ્પ હોવાથી રોજ કરી પેટનું રળી ખાતા ગરીબ તથા શ્રમિક વર્ગ ખૂબ જ તંગ પરિસ્થિતિ નો અનુભવ કરી રહ્યો છે ત્યારે દરેકના દુઃખમાં ભાગીદાર બનવા તથા દૂર અંતરિયાળ/ સીમ વિસ્તારમાં પણ કોઈ માણસ ભૂખ્યો ન રહે તે માટે બાબરા ગ્રામ્ય પેટા વિભાગીય કચેરી પીજીવીસીએલના કર્મચારીઓ તથા અધિકારીઓ દ્વારા પણ વીજ સાતત્ય જાળવી રાખવાની કામગીરી સાથે આવા સમયે ગરીબ અને જરૂરિયાત મંદોના દુઃખમાં ભાગીદાર થઈ પોતાની નૈતિક જવાબદારી સમજી સતત ત્રીજી વખત સ્વભંડોળ એકત્રિત કરી ઘઉંનો લોટ, ચોખા, ચણા,ગોળ, બિસ્કીટ સહિતના રાશનની કીટનું વિતરણ થકી માનવતાની મહેક પ્રસરાવી હતી. આમ બાબરા ગ્રામ્ય પીજીવીસીએલના અધિકારીઓ તથા કર્મચારીઓ લોકડાઉન ને સફળ બનાવવા તથા લોકડાઉન માં હર કોઈ પોતાના પરિવાર સાથે ઘરે જ રહી સુરક્ષિત રહી શકે તે માટે વીજ સાતત્ય જાળવી રાખવા ખડે પગે તૈનાત રહે છે તથા ફોલ્ટ ની જાણ થતા તુરત જ ગણતરીની પળોમાં ફોલ્ટ દૂર કરે છે “ઇલેક્ટ્રિસિટી વગર કદાચ આ લોકડાઉન શક્ય જ ન બને” એવું કહી હરકોઈ પીજીવીસીએલ બાબરા ગ્રામ્યના આ કોરોના વોરિયર્સ ને દુઆ સાથે સલામ કરી રહ્યા છે બાબરા ગ્રામ્ય પેટા વિભાગીય કચેરી પીજીવીસીએલના અધિકારી-કર્મચારીઓ એ પોતાની ફરજ સાથે રાશન કીટ વિતરણ જેવી ઉમદા કામગીરી થકી જનતાને “ઘરે રહો,સુરક્ષિત રહો” નો સંદેશ પાઠવેલ હતો.
રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા