બાબરા
તા.૨૦/૦૪/૨૦૨૦
બાબરા મા ફૈઝાને મોલા અલી ગ્રુપ અને સુની મુસ્લિમ સમાજ દ્વારા અન્નક્ષેત્ર ચલાવવા મા આવે છે
(દરરોજ ૨૦૦૦ લોકો માટે ભોજન ની વ્યવસ્થા કરવામાં આવે છે.)
આજે કોરોનાં વાયરસનાં કહેરએ સમગ્ર વિશ્વને બાન લીધું છે અને ભારતમાં પણ કોરોનાનાં સંક્રમણની અશર ધીરે ધીરે વધી રહી છે જેથી સરકારશ્રીએ ૨૧ દિવાસનાં લોકડાઉનનાં સમયમાં બીજા ૨૦ દિવસનો વધારો કર્યો છે, આ લોકડાઉનના સમયકાળ દરમિયાન નિસહાય બનેલા ગરીબ પરિવારો સહિત માધ્યમ વર્ગની પણ હાલત ડફોડી બની રહી છે.
ત્યારે ગુજરાત ના દરેક જીલ્લા અને તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં માં અનેક સંસ્થાઓ અને સેવાભાવી યુવાનો ભુખ્યા સુધી ભોજન પોચાડે છે.
ત્યારે બાબરા મા ફૈઝાને મોલા અલી ગ્રુપના સભ્યો દ્વારા દિવસ રાત જોયાવિના નાના મધ્યમ ગરીબ પરિવારો ને આવી સ્થિતિ મા ભારે તકલીફ નો સામનો કરવા મજબૂર બનવું પડે એ પહેલાં બાબરા મા ફૈઝાને મોલા અલી ગ્રુપ અને સુની મુસ્લિમ સમાજ દ્વારા દૈનિક ૨૦૦૦ જેટલા લોકો માટે શુદ્ધ ભોજન ની વ્યવસ્થા હાથ ધરી અને મોબાઈલ વાહનો,બાઈક દ્વારા ડોર ટુ ડોર વિતરણ કરવામાં આવી રહ્યું છે.ત્યારે આ કાર્યમાં જહેમત ઉઠાવનાર સભ્યો સૈયદ સોયબ બાપુ,સમીર ભાઈ મેતર,ખાલીદભાઈ સૈયદ,હારુનભાઈ મેતર,ખાલીદભાઈ અગવાન,મુસતુભાઈ મેતર,મહેશભાઈ,રહીમભાઈ કટારીયા,અકરમભાઈ મેતર સહીતના સભ્યો દ્વારા સેવા આપવામાં આવે છે.
રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા