*[ભેસાણ વિસાવદર- વિધાનસભા મતવિસ્તાર ના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચીવ કુરજીભાઈ ભેસાણીયા નુ નિધન]*
ગુજરાત રાજ્ય ના પૂર્વ સંસદીય સચીવ અને વિસાવદર-ભેસાણ વિધાનસભા મતવિસ્તાર નુ ધારાસભ્ય તરીકે ત્રણ-ત્રણ ટર્મ સુધી નેતૃત્વ કરનાર આ પંથક ના સંવેદનશીલ લોકનેતા આદરણીય કુરજીભાઈ ભેસાણીયા એટલે કે સૌના કુરજીબાપા નુ ૮૬ વર્ષ ની જૈફ વયે ગઈ રાત્રે તેમના પુત્ર ના નિવાસસ્થાન ગાંધીનગર ખાતે હ્દયરોગ ના હુમલા થી નિધન થયુ છે…
કુરજીભાઈ ભેસાણીયા ભેસાણ ની ઓળખ હતા. ભેસાણ શહેર એ વખતે કુરજીભાઈ નુ ભેસાણ તરીકે સમગ્ર રાજ્ય મા ઓળખાતું હતુ..સમગ્ર સોરઠ પંથક ની રાજનીતિ મા તેમની ખૂબ મજબુત પક્કડ હતી..તેઓ નમ્ર અને લાગણીશીલ રાજનેતા ની છાપ લોકો ના માનસપટ ઉપર ઉભી કરવામા સફળ રહ્યા હતા…. કુરજીભાઈ ભેસાણીયા ની રાજકીય કારકિર્દી ૧૯૬૧ થી શરુ થઈ હતી.. પ્રથમ વખત તેઓ ૧૯૬૭ મા સ્વાતંત્ર્ય પક્ષ માથી ધારાસભ્ય તરીકે ચુંટાયા હતા,ત્યારબાદ ૧૯૭૫ મા કીમલોક માથી અને છેલ્લે ૧૯૯૦ મા જનતાદળ માથી પણ તેઓ ધારાસભ્ય તરીકે ચુટાયા હતા….તેઓની રાજકીય કોઠાસુઝ ની રાષ્ટ્રીય સ્તરે પણ નોંધ લેવાયેલ છે, કુરજીભાઈ જેટલી વખત ચુંટાયા હતા તે પોતાની તાકાત ઉપર ચુંટાયા હતા… તેઓના કરકમળો દ્વારા આ વિસ્તારમાં અનેક વિકાસકાર્યો પણ થયેલ છે… આજે તેઓ આપણી વચ્ચે રહ્યા નહી પરંતુ તેમના મા રહેલી સંવેદના જરુર છોડતા ગયા છે. ..
મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ