ભ્રસ્ટાચારનો તાદ્રશ્ય દાખલો દામનગર નો દોઢ કરોડનો નવો પુલ. એક કહેવત છે કે કાગડા બધે કાળા ખુબ ઓછાં જોવા મળી રહયા છે.અમરેલી જીલ્લામાં નવા રોડ-પુલ બનાવવામાં વ્યાપક ગેરરીતિ થઈ રહી છે.માર્ગ અને મકાન વિભાગમાં ખોટું કરવાવાળા લોકોએ હદ કરી છે.એક ઉદાહરણ દામનગરમાં એક વર્ષ પહેલા જુના ૨૧ નાળા પુલ ને તોડી બનાવેલ રુ. દોઢ કરોડના ખર્ચવાળા પુલ ઉપર ભરાયેલુ રહેતું ચોમાસાનાં પાણીનો નિકાલ થતો નથી. વેઠ ઉતારી કોન્ટ્રાક્ટરે ભોગવવાનું પ્રજાને ઉલ્લુ બનાવતા મેલી મુરાદવાળા પદાઘીકારીઓ અને સરકારી બાબુઓની કામગીરીસામે સવાલો ઉઠતા હોય છે.આ પુલ ઉપર ભરાઈ રહેતા પાણીના નિકાલ માટે કોન્ટ્રાકટરને અધિકારી સુચના આપે તે જરુરી છે.અહેવાલ-અતુલ શુકલ દામનગર.


