મહારાષ્ટ્રના પાલધરમાં બે સંતોની હત્યામાં કડક પગલાં લેવા મહંત હરીસાનંદ ઉદાસીન ની માંગ
માણાવદર: મહારાષ્ટ્રના પાલધરમાં બનેલી એક ધટનામાં જૂના અખાડાના બે સંતો અને તેના એક ડ્રાઈવરની ક્રુરતાપૂર્વક થયેલી હત્યા ના બનાવને પંજુરી ના મહંત સ્વામી હરીસાનંદ ઉદાસીન એ વખોડી કાઢીને આ બનાવમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક પગલાં લેવા ની માંગણી કરી છે
પંચદશનામ જૂના અખાડાના સંત કલ્પવૃક્ષગીરી અને સુશીલગીરી અને તેમના ડ્રાઈવર નિલેશ તેલગડે ગત 16 એપ્રિલે તેમના ગુરૂ રામગીરીજી ના અંતિમ સંસ્કાર વિધિમાં જવા મુંબઇ થી ગુજરાત આવી રહયા હતા ત્યારે મહારાષ્ટ્ર ના પાલધરમાં 200 જેટલા લોકો એ પોલીસ ની હાજરી માં તેમના પર હુમલો કરીને હત્યા કરી નાખી હતી જે બનાવને હરીસાનંદ ઉદાસીન ને વખોડી કાઢયો છે તેમને જણાવ્યું કે આ શરમજનક ધટના છે હાલ લોકડાઉન ના પગલે આવેદનપત્ર આપી નહી શકીએ પરંતુ આ બનાવમાં સંડોવાયેલા આરોપી ઓ ને કડક સજા થાય તેવી તેમને માંગણી કરી છે
તસ્વીર-અહેવાલ
જીજ્ઞેશ પટેલ માણાવદર
મો 99251 74176