મહુવા તાલુકાના કોટીયા ગામની ડૂન્ગરાળ અફાટ કુદરતી ગોદમાં આવેલ શ્રી ગુરુ દતાશ્રય આશ્રમ-ગૌ શાળાનાં સંત શ્રી લહેરગીરી બાપુના જણાવ્યા અનુસાર આ વખતે રવિવારે ગુરુ પૂર્ણિમા ઉત્સવ વર્તમાન સ્થિતી ને કારણે સૌનું આરોગ્ય સારુ રહે એવા હેતુ થી કાર્યક્રમ બંધ રાખેલ છે.આ આશ્રમમાં ગૌ માતાની સાથે વન્ય પ્રાણીઓની પણ સેવા કરવામાં આવતી હોય આ પંથકના લોકોની સેવાને ડો.કનુભાઈ કલસરીયા એ બિરદાવેંલ છે.આ આશ્રમમાં વિદેશી લોકો એ પણ મુલાકાત લઈ સેવા જોઈને ખુશ થાય છે.તસ્વીર-અહેવાલ અતુલ શુકલ દામનગર.




