માંગરોળ
તા.23.8.2020
*માંગરોળ તાલુકાના કંકાસા ગામે ચોચા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન.*
*🔶ચક્ષુદાતાઃ-કવિબેન ભીમશીભાઈ ચોચા.*
*🔷ઉંમરઃ-૫૨ વર્ષ.*
*🔶સ્વર્ગસ્થ તા.૨૩.૦૮.૨૦૨૦,ભાદરવા સુદ પાચમ.*
*🔷સંબંધઃ-ભિમશીભાઈના ધર્મ પત્નિ,શૈલેષભાઈના માતૃશ્રી.*
*🔶જાણ કરનારઃ-શિવમ્ ચક્ષુદાનના સંચાલકને જાણ કરનાર ગોવિંદભાઈ વાળા(P.H.C.-શીલ,M.P.H.U)*
*🔷ચક્ષુ લેનારઃ-રાજેશભાઈ સોલંકી,રાણાભાઈ ચાંડેરા(લોએજ)*
*🔶ચક્ષુદાનની તારીખઃ-૨૩.૦૮.૨૦૨૦*
*🔷ચક્ષુ પહોંચાડનારઃ-અરશીભાઈ વાળા(આરેણા)*
*🔶ચક્ષુ સ્વિકારતી સંસ્થાઃ-મુનિ સંત બાલાજી આઈ બેંક-વેરાવળ.*
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના કંકાસા ગામે *ચોચા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાનને શિવમ્ ચક્ષુદાન આરેણા બિરદાવે છે અને કવિબેનને શ્રધ્ધાંજલી અર્પે છે.*
*સ્વ.કવિબેનના પતિશ્રી ભીમશીભાઈ અને પુત્ર શૈલેષભાઈના આ ઉમદા વિચારને વંદન કે જેઓએ આ દુઃખદ સમયે અન્યના પરિવારમાં ખુશી લાવવાનો વિચાર કર્યો.આવા અમુલ્ય દાનના વિચાર આવવા એ પણ એક શૌર્યતાનુ કાર્ય છે.અને લોકસમુદાય માટે પ્રેરણાદાયક કાર્ય આ પરિવાર દ્વારા થયેલ છે.*
*ચોચા પરિવાર દ્વારા થયેલ આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન ગૃપ-આરેણા,માંગરોળ જાયન્ટ્સ ગૃપ,શ્રી પ્રભાત ફેરી ધૂન મંડળ-માંગરોળ, સરકારી હોસ્પિટલના આંખના સર્જન ધડુકસાહેબ,શ્રી ડુંગગુરુ સ્થા.જૈન યુવક મંડળ-જુનાગઢ,સ્વ.લક્ષ્મણભાઈ એ.નંદાણિયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ-માંગરોળ,સંજીવની નેચર ફાઉન્ડેશન-માંગરોળ,માંગરોળ તાલુકાના પત્રકારમિત્રો,નેચર ક્લબ-પોરબંદર,શ્રી મામા પાગલ આશ્રમ ગ્રુપ માંગરોળ દ્વારા બિરદાવવામાં આવે છે.અને આપના પરિવાર પર આવી પડેલ મુશ્કેલીને સહન કરવાની શક્તી આપને પ્રભુ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ.તેમજ સ્વર્ગસ્થ કવિબેનના આત્માને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં સ્થાન મળે તે પ્રાર્થના સહ શ્રધ્ધાંજલી….*
ll *જય શ્રી કૃષ્ણ* ll
રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચીફ