જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં પ્રોબેશ્નલ ડી વાય એસ પી સ્મિત ગોહેલ ની પ્રમોશન સાથે પોરબંદર ડી વાય એસ પી તરીકે નિયુક્તિ થતા
માંગરોળ ના જાંબાઝ અધિકારી અને પ્રો ડી વાય એસ પી સ્મિત ગોહેલ સાહેબ ની પોરબંદર ખાતે બદલી સાથે ડી વાય એસ પી નું પ્રમોશન મળ્યું અભિનંદન…. સંવેદનશીલ માંગરોળમાં ટુંકા ગાળામાં કર્તવ્ય નિષ્ઠ ફરજ બજાવી અને કડક કુનેહ ભરી કામગીરી થી પ્રજામાં લોકપ્રિય થઈ ગયા હતા અને કોઈની પણ સેહ શરમ રાખ્યા વગર ફરજ બજાવતા હતા તેમાં આ લોક ડાઉનનાં કપરા સમયમાં કડક કાર્યવાહીથી શાંતિ પ્રિય પ્રજા મા ભારે નામના મેળવી હતી અને પ્રમોશન સાથે બદલી થતા પત્રકાર મિત્રો, સામાજિક આગેવાન, વેપારી મિત્રો, મુરલીધર વાડી ખાતે દ્વારા શાલ ઓઢાડી વિદાઈ સાથે સન્માન કરવામાં આવ્યુ હતું અને અભિનંદન પાઠવ્યા હતા…
રિપોર્ટ
નિલેશ રાજપરા
માંગરોળ