માંગરોળ વિસ્તારની ખારાશ નિયંત્રણ કેનાલ ની વર્ષો જૂની અધૂરી કામગીરીનો મુદ્દે ગુંજ્યો.
સંસદ ધડુક એને ધારાસભ્ય માલમ દ્વવારા કામગીરી પૂર્ણ કરવા માટે સરકાર માં રજુવાત કરવા ખાત્રી અપાઈ.
દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ના લોકો ની જીવાદોરી સામાન કેનાલ બંને તો ફરી લીલી નાઘેર આ વિસ્તાર બની શકે.
વડિયા
ગતિશીલ ગુજરાત અને વિકસિત ગુજરાત તરીકે ઓળખાતા ગુજરાત રાજ્ય ની વર્તમાન સરકાર ની કામગીરી ચૂંટણી સમયે પ્રજાલક્ષી પ્રશ્નો નિવારવા સક્રિય બનતી હોય છે.લોકો પણ જૂની સમસ્યાઓ થી પીડાતા હોય તેની રજુવાત ચૂંટણી સમયે નેતાઓ સાંભળતા હોવાથી તેની ધારદાર રજુવાત કરતા હોય છે. પોરબંદર પાસે નીકળતી ઓજત અને ભાદર નદી ને ગડુ ની મેઘલ નદી ને જોડી ખારાશ ને વધતી અટકાવવા માટે સરકાર દ્વવારા 1990-91માં ખારાશ નિયંત્રણ કેનાલ બનવવા તેનું કામ શરુ કર્યું હતુ. આ કેનાલ નો એક 70મીટર નો કટકો હજુ માંગરોળ પાસે મીઠીવાવ વિસ્તારમાં અટકેલો પડ્યો છે. ઉપરાંત લોએજ, શીલ, રહીજ, મક્તુપુર જેવા ગામો માં હજુ આ કેનાલ ના તળિયા અને સાઈડો નુ લેવલીંગ કરવાનું બાકી છેઆ કેનાલ હજારો વીઘા જમીન ને ફળદ્રુપ બનાવવા ની ક્ષમતા ધરાવે છે. પરંતુ અનેક રજુવાતો કરવા છતાં તેની કામગીરી બાબતે નોંધ લેવાઈ ના હતી. ગઈ વિધાનસભા અને લોકસભા ની ચૂંટણી સમયે આ વિસ્તારના લોકો ની રજુવાત થી ચૂંટણી સમયે મુખ્યમંત્રી રૂપાણી દ્વવારા ચૂંટણી સભા માં પણ કામગીરી બાબતે ઉલ્લેખ કરાયો હતો. ત્યાર બાદ સરકારી મશીનરી થી આ કામગીરી શરુ કરાતા લોકો માં ખુશીની લહેર જોવા મળી હતી. ફરી ચૂંટણી પૂર્ણ થતા અને વરસાદી વિઘ્ન ના કારણે આ કામગીરી ઠપ્પ થઇ છે. ત્યારે કેશોદ ના ધારાસભ્ય દેવાભાઇ માલમ અને પોરબંદર સંસદ રમેશભાઈ ધડુક દ્વવારા જિલ્લા પંચાયત ની ચૂંટણી ના અનુંસંધાન માં ખાટલા બેઠકો શરુ થતા લોએજ અને રહીજ ગામના આગેવાનો અને સરપંચો દ્વારા ફરી રજુવાત કરાતા સંસદ અને ધારાસભ્ય દ્વવારા સ્થાનિક આગેવાનો વેજાભાઇ ચાંડેરા, ભરતભાઈ રામ, ગોવાભાઈ ચાંડેરા, પી.પી. બાપુ વગેરે ને સાથે રાખી રૂબરૂ કેનાલ ની મુલાકાત લેવામાં આવી હતી. અને કેનાલ ની અધૂરી કામગીરી અને લેવલીંગ બાબતે સરકાર માં રજુવાત કરી વહેલી તકે ફરી કામગીરી શરુ કરવા ધારાસભ્ય માલમ અને સંસદસભ્ય ધડુક દ્વવારા ખાત્રી આપાઈ હતી. આ કેનાલ પૂર્ણ કરવામાં આવે તો આ વિસ્તારની જમીન માં ખારાશ ઘટે, પાણી ના તડ ઉપર આવશે, અને સિંચાઈ ની સુવિધાઓ વધતા એક થી વધુ પાક લઇ શકાય તેમ છે. આ ઉપરાંત ઓજત અને ભાદર નદીનું પાણી પોરબંદર પાસેથી ગાડુ સુધીની નદીઓ લિંક કરી શકાય તેમ છે એટલે દુષ્કાળ ને સામે એક ઉમદા સિંચાઈ ની સુવિધા માટે આ કેનાલ આ વિસ્તારમાં વસવાટ કરતા લોકોની જીવાદોરી સામાન છે. આ બાબતે વારંવાર રજુવાતો થઇ છે ચૂંટણી સમયે કામગીરી પણ શરુ થઇ હતી હવે અધૂરી કામગીરી માટે સરકાર હકારાત્મક ઈચ્છા શક્તિ દાખવી ને તાત્કાલિક આ અગત્ય ના પ્રશ્ન નુ નિરાકરણ લાવે તેવી લોકો ની માંગણી છે.
રિપોર્ટ રજૂ કરીયા વડીયા



