માણાવદરના જરૂરિયાત મંદ લોકો ને વિનામૂલ્યે કીટો નું વિતરણ
દિવસે દિવસે કોરોના વાયરસે પૂરા વેગથી વિશ્ર્વને પોતાની ચપેટમાં લઇ રહયો છે. સરકારે અવરજવર બંધ કરાવી લોકોને બંદીવાન બનાવતા આજીવીકાનો પ્રશ્ર્ન માથાનો દુખાવો બની ગયો છે. સરકાર લોકોને સહાય કરવાની માત્ર કાગળ ઉપર જ વાતો કરી છે ત્યારે ગરીબો ને જીવાડવા અને તેમની ભુખ ઠારવા માટે દેશની માનવતા જાગી ગઈ છે.
ચૂંટાયેલા નેતાઓ મત માગવા ફૂટી નીકળે છે. પણ વર્તમાન કટોકટી સમયે કોઈ નેતા જનતા નો ભાવ પૂછવા ડોકાયા નથી ત્યારે માણાવદર માં વસતા હજારો પરિવારોની મદદે લોકો જ આવ્યા છે
મુળ માણાવદર ના પટેલ કરશનભાઈ હંસરાજભાઇ સુરેજા હાલ અમેરીકા તરફ થી 30 અનાજ કરીયાણાની કીટો અને ગંગા એગ્રો ફુડ ઇન્ડસ્ટ્રીઝ શાપર વાળા હસમુખભાઈ અંબાવીભાઇ માણાવદરીયા તરફથી 20 કીટો નું વિતરણ કરવામાં આવ્યું હતું આ કીટ ની અંદર ખાંડ, ચા ,ધંઉ, બાજરો, ચટણી, હળદર, ચોખા આ રીતે 15 વસ્તુઓની કીટ બનાવી જરૂરિયાત મંદ લોકોને ધરે ધરે જયને વિનામૂલ્યે કીટો આપવામાં આવી હતી
તસ્વીર – અહેવાલ
જીજ્ઞેશ પટેલ
માણાવદર
મો 99251 74176