માણાવદરના પ્રતિક મશરૂ એ જૂનાગઢમાં પીએસઆઇ તરીકે ચાર્જ સંભાળ્યો
_જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી, પોતાના તાંબાના પોલીસ અધિકારીને મળેલ પ્રમોશન અંગે જાતે ટાઇટલ સોલ્ડર લગાવી, પ્રમોશન આપી, બિરદાવવામાં આવેલ* હતા…._
_તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા વાયરલેસ વિભાગના *આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરને પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી આપી, નિમણૂક આપવામાં આવેલ હતી. જેમાં જૂનાગઢ જિલ્લા ખાતે 03 વર્ષથી ફરજ બજાવતા અને હાલ ટેકનિકલ સેલમાં ફરજ બજાવતા એ.એસ.આઇ. પ્રતીક મશરૂને પો.એસ.આઇ. તરીકે બઢતી આપી, જૂનાગઢ ખાતે જ નિમણુક આપવામાં આવેલ હતી. આ અધિકારીને પ્રમોશન સાથે જૂનાગઢ ખાતે જ નિમણૂક મળતા, તેઓને જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ દ્વારા પોતાની જાતે સોલ્ડર ઉપર પોલીસ સબ ઇન્સ્પેક્ટરના હોદ્દાના બે સ્ટાર ટાઇટલ સોલ્ડર ઉપર લગાડી, બહુમાન* કરીને, નિમણૂક હુકમ આપવામાં આવ્યો હતો. આ પ્રકારે ઉચ્ચ *અધિકારીઓ દ્વારા બહુમાન કરીને જાતે ટાઇટલ સોલ્ડર લગાવી, બહુમાન આપવામાં આવે એવા કિસ્સાઓ જવલ્લે* જ જોવા મળે છે. ઉચ્ચ અધિકારી અને જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ દ્વારા નવી જગ્યાએ નિમણૂક અંગે શુભકામના પાઠવતા, *પોલીસ ખાતામાં કુટુંબ ભાવના અને ટીમ ભાવના ઉજાગર* થયેલ હતી…_
_*પ્રમોશન સાથે નિમણૂક મેળવનાર જૂનાગઢ જિલ્લાના પી.એસ.આઇ. પ્રતીક મશરું દ્વારા પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ તથા જિલ્લાના અધિકારીઓનો આભાર વ્યક્ત* કરવામાં આવેલ હતો….._
તસવીર – અહેવાલ
જીજ્ઞેશ પટેલ માણાવદર
મો 99251 74176