માણાવદરના પ્રાચીન સ્વામિનારાયણ મંદિર દ્વારા એક હજાર ફુડપેકેટ નું વિતરણ
માણાવદરના 225 વર્ષ થી પણ વધુ પ્રાચીન સ્વામિનારાયણ મંદિર દ્રારા હાલ લોકડાઉન સ્થિતિમાં રોજેરોજ નું કમાઇ ખાવા વાળાને ખાવાની મુશ્કેલી પડી રહી છે. જેને લઇને માણાવદર સ્વામિનારાયણ મંદિર ના કોઠારી સ્વામિશ્રી મોહન પ્રસાદદાસજી એ એક હજાર ફુડપેકેટ ચવાણું બનાવી શહેરના નાના પરિવાર કે જે ઝુપડામાં રહે છે તેને જાતે જઇ ટીમ સાથે રાખી વિતરણ કરેલ હતું
આમાના ધણા પરિવારોએ એવું કહયું શારૂ થયું તમે આવ્યા અમોને તમો સૌ પ્રથમ વખત કે પાંચ દિમા પહેલી વખત ખાવાનું ધરે ધરે પહોંચાડવા આવ્યા બાકી કોઇ આવ્યું નથી ફુડ પેકેટ વિતરણ માં તંત્ર ને જાણ કરવા છતા કોઇ જોડાયા નહોતા માત્ર પાલિકા ના સેનીટેશન વિભાગના સેવા ભાવી મનિષ ખખ્ખર જોડાયા ધરે ધરે ફુડપેકેટ વિતરણ કરવામાં મદદ કરી હતી લોકો સેવા કરવા માંગે યોગ્ય વ્યવસ્થા જરૂરી છે. આ સાથે સ્વામિનારાયણ મંદિર ના કોઠારી સ્વામિશ્રી મોહન પ્રસાદદાસજી ને અનેક પરિવારો એ આશિર્વાદ આપ્યા કે તમોએ અમારી દરકાર કરી તમને 100 વર્ષ ના કરે ભગવાન બાકી કોઇ આવ્યું નથી આજના વિતરણ માં હરિભક્તો તથા પત્રકારો જીજ્ઞેશ પટેલ અને ગીરીશ પટેલે પણ ફુડપેકેટ વિતરણ કર્યો હતા
તસ્વીર – અહેવાલ
જીજ્ઞેશ પટેલ
માણાવદર
મો 99251 74176