માણાવદર ની યુનિયન બેંકમાં કોરોના સંદર્ભ ડિસ્ટન્સ રાખવાના નિયમોના ચીંથરા ઉડે છે
પત્રકારો ને બેંક કર્મચારીઓ ની ધમકી જે લખવું હોય તે લખો ઉધ્ધત વર્તન
અમારે ને સરકાર ને કાંઇ લેવા દેવા નથી કુંડાળા નથી કરવા થાય તે કરીલો
માણાવદર પટેલ ચૉકમાં આવેલ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા માં કોરોના વાઇરસ ફેલાવાનો પૂરો ભય છે.જે સંદર્ભે ડિસ્ટન્સ રાખવું જોઇએ તેવા કોઇ નિયમ માં રખાતા નથી નિયમોના ચીંથરા ઉડે છે બેંક બહાર ડિસ્ટન્સ રાખવા કુંડાળા કરવામાં નથી આવ્યા આ અંગે મેનેજર સાથે પત્રકારો વાતચીત કરવા ગયા તો વાતચીત કરવા નો ઇન્કાર કર્યો ઉચ્ચ અધિકારી ને વાત કરી તો ત્યાથી સુચના મળી કે સરખી રીતે મિડિયા સાથે વાત કરો
આ અંગે બેંકના કર્મચારી મલય ઓઝા અને વિજયભાઈ એ તો પત્રકારો ને બહાર નિકળી જવાની ધમકી આપી જે લખવું હોય તે લખો અમારે ને સરકાર ને કાંઈ લેવા દેવા નથી કુંડાળા કેમ નથી કર્યો ડિસ્ટન્સ રાખવા પરંતુ કર્મચારીએ કહયું નથી કરવા થાય તે કરીલો આમ કોરોના વાઇરસ સંદર્ભે યુનિયન બેંક ડિસ્ટન્સ ના ચીંથરા ઉડાડે છે ત્યારે બેંકમાં પણ પાંચ થી વધું લોકો ભેગા કરાય છે. આ બેંકના સી.સી.ટીવી કેમેરા બહાર તથા અંદર ના ગુજરાત સરકાર તથા આર.બી.આઇ. ચેક કરી બેંકના બે જવાબદારો સામે પગલાં ભરવા જોઇએ નહિતો કોરોના 35 હજારની જનતાને ચેપ લાગશે તો જવાબદારી કોની રહેશે ? તે પ્રશ્ર્ન ઉઠયો છે
તસ્વીર- અહેવાલ
જીજ્ઞેશ પટેલ માણાવદર
મો 99251 74176