માસ્ક ન પહેરવા અને જાહેરમાં થૂંકવા બદલ લીલીયા તાલુકાના ૬૩ લોકો પાસેથી ૧૨,૬૦૦ નો દંડ વસુલાયો
હોમ કોરેન્ટાઇનના ભંગ બદલ ૩ લોકો વિરુદ્ધ એફ.આઈ.આર. દાખલ
અમરેલી, તા: ૨૧ મે
હોમ કોરેન્ટાઇન કરાયેલા વ્યક્તિઓ પર સતત દેખરેખ રાખવા વહીવટી તંત્ર દ્વારા ખાસ ગ્રામ કોરોના વોરિયર કમિટીની રચના કરવામાં આવી છે. જે અન્વયે લીલીયા તાલુકામાં આ સિમિતી હોમકોરેન્ટાઇન વ્યક્તિઓ દ્વારા જાહેરનામાના ભંગ બદલ ૩ વ્યક્તિઓ સામે એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી છે. ઉપરાંત જાહેરમાં ન થૂંકવા તેમજ માસ્ક પહેરવાના નિયમની અમલવારીની ચકાસણી માટે ફ્લાઈંગ સ્ક્વોડની રચના કરવામાં આવી છે. જેમાં મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ટિમ દ્વારા જિલ્લા કંટ્રોલ રૂમ તરફથી સોંપવામાં આવતાં ગામો તેમજ તાલુકા કક્ષાએથી ફાળવેલા ગામોમાં મુલાકાત લેવામાં આવે છે. આ સ્ક્વોડ દ્વારા જાહેરનામાના ભંગ બદલ લીલીયા તાલુકામાં કુલ ૬૩ વ્યક્તિઓ પાસે માસ્ક ન પહેરવા બદલ વ્યક્તિદિઠ રૂ. ૨૦૦ લેખે કુલ ૧૨,૬૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756




