માસ્ક ન પહેરવા બદલ અમરેલી અને કુંકાવાવ તાલુકાની ૧૧૨ ગ્રામ પંચાયતો દ્વારા ૪૬,૪૦૦ નો દંડ વસૂલાયો
પાણિયા ખાતે ૭ અને દામનગર ખાતે ૬ વ્યક્તિઓ દંડાયા : વ્યક્તિદીઠ રૂ. ૨૦૦/- લેખે રૂ. ૨૬૦૦/-નો દંડ વસુલાયો
અમરેલી, તા: ૨૦ મે
કોરોનાની મહામારી વચ્ચે ભારત સરકારશ્રીનાં મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા લોકડાઉન દરમિયાન પ્રતિબંધિત પ્રવત્તિઓ માટે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જે મુજબ જાહેર સ્થળો કે કામકાજના સ્થળોએ માસ્કનો અથવા તો ચહેરા પર રક્ષતાત્મક કવરનો ઉપયોગ કરવો ફરજિયાત છે. ઉપરાંત જાહેર કે કામકાજના સ્થળોએ થૂંકવા બદલ નાણાંકીય દંડ સહિત શિક્ષાની જોગવાઈ છે.
જે અન્વયે અમરેલી તાલુકામાં ૬૭ ગ્રામ પંચાયત દ્વારા માસ્ક ન પહેરવા બદલ આજદિન સુધીમાં ૧૨૭ વ્યક્તિઓ પાસેથી ૨૨,૬૦૦ નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જ્યારે આ નિયમના ભંગ બદલ કુંકાવાવ તાલુકાના ૪૫ ગ્રામ પંચાયત દ્વારા ૫૮ વ્યક્તિઓ પાસેથી ૨૩,૮૦૦ જેટલી દંડની રકમ વસૂલવામાં આવી છે.
ઉપરાંત જિલ્લામાં હોમકોરેન્ટાઇન કરેલા લોકો પર ખાસ દેખરેખ રાખવા ફ્લાઈંગ સ્ક્વોડની રચના કરવામાં આવી છે. આ ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા પાણીયા ગામમાં હોમકોરેન્ટાઇન કુટુંબોની રેન્ડમ તપાસ દરમિયાન ગામમાં માસ્ક વિના ફરતાં સાત ગ્રામજનોને કોરોના યોદ્ધા સમિતિ દ્વારા વ્યક્તિદીઠ રૂપિયા ૨૦૦ સહિત કુલ ૧૪૦૦ નો દંડ ફટકારી ગામના તલાટી કમ મંત્રી દ્વારા પહોંચ આપવામાં આવી હતી. અને ગામલોકોને માસ્કનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી હતી. ચીફ ઓફિસર દામનગર દ્વારા ૬ જેટલા વ્યક્તિઓ પાસેથી ૧૨૦૦ નો દંડ વસુલવામાં આવ્યો હતો.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756



