Uncategorized

મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજની રૂ. ૧૦૦૦/- આર્થિક સહાયથી વંચિત બાંધકામ શ્રમિકોએ તાત્કાલિક ફોર્મ ભરવા*

*મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજની રૂ. ૧૦૦૦/- આર્થિક સહાયથી વંચિત બાંધકામ શ્રમિકોએ તાત્કાલિક ફોર્મ ભરવા*

  1. અમરેલી, તા: ૧૬ જુલાઈ ૨૦૨૦

કોવિડ-૧૯ હેઠળ ગુજરાત મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત લાભાર્થીના આધાર કાર્ડ લિંક થયેલા બેંક ખાતામાં PFSM દ્વારા રૂ.૧૦૦૦ ની આર્થીક સહાયની ચુકવણી અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે કરવાનું ઠરાવેલ છે. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા કુલ ૬.૩૮ લાખ બાંધકામ શ્રમિકોને પણ આવરી લેવામાં આવેલ છે. તે પૈકી ૩.૬૮ લાખ બાંધકામ શ્રમિકોના આધારલીક બેંક ખાતામાં રૂ.૧૦૦૦ ની સહાય PFMS દ્વારા અન્ન અને નાગરિક પુરવઠા દ્વારા ચૂકવાયેલ છે. જ્યારે બાકી રહેતા નોંધાયેલા બાંધકામ શ્રમિકોના ડેટા ઇન-વેલીડ/અધૂરા હોય જેવા કે આધાર નંબર ખોટો હોય, બેંક વિગત અપૂરતી હોય,બેંક આધાર લીંક ન હોય ખાતું,બેંક ખાતું બંધ હોય તેવા કારણે સર નોંધાયેલ બાંધકામ શ્રમિકોને આર્થિક સહાય તેઓના બેંક ખાતામાં જમા કરાવી શકતો નથી. આમ જે નોંધાયેલ (લાલ બુક ધરાવતા) બાંધકામ શ્રમિક આર્થીક સહાયથી વંચિત છે તેવા બાંધકામ શ્રમિકો તેની વિગતો બોર્ડ પોર્ટલ https://misboCWwb.gujarat.gov.in/registrationform ઉપર રજુ કરી શકશે.બાંધકામ શ્રમિક પોતાના રેડ બુક(ઓળખ પત્ર) નંબરના આધારે રજિસ્ટ્રેશન ફોર્મ ભરી તેઓના ડેટા ઓનલાઈન સબમિટ કરાવે તે ઇચ્છનીય છે. બોર્ડ/ NIC દ્વારા તેની વિગતો ચકાસી PFMS દ્વારા આર્થીક સહાયની ચુકવણી નાગરિક પુરવઠા વિભાગ કરી શકશે. તો સત્વરે બાકી રહી ગયેલ નોંધાયેલ બાંધકામ શ્રમિકોને તેમની વિગત તા. ૩૦/૦૭/૨૦૨૦ પહેલા સબમિટ કરવા એક યાદીમાં જણાવાયું છે

જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *