Uncategorized

રણતીડના ઉદ્દભવની સંભાવનાને ધ્યાને રાખી અગમચેતીના ભાગરૂપે ખેડૂતોને સાવચેતીરૂપ પગલાં લેવા અનુરોધ

રણતીડના ઉદ્દભવની સંભાવનાને ધ્યાને રાખી

અગમચેતીના ભાગરૂપે ખેડૂતોને સાવચેતીરૂપ પગલાં લેવા અનુરોધ

અમરેલી, તા: ૨૨ મે

તાજેતરમાં રાજ્યના અમરેલી જિલ્લામાં તીડ જોવા મળ્યા છે. રણતીડના ટોળાં હજારો માઇલ દૂરના દેશોમાં જઇ મોટું નુકસાન કરી શકે છે. જેથી અમરેલી જિલ્લામાં રણતીડના ઉપદ્રવની શક્યતાઓને ધ્યાનમાં રાખી અગમચેતીના ભાગરૂપે અમરેલી જિલ્લાના સરહદી ગામોમાં રણતીડ જોવા મળે તો ભીડ ક્યાંથી એટલે કે કઈ દિશા માંથી દિશા માંથી આવ્યા કેટલાક વિસ્તારમાં બેઠા ક્યાં ગામે કઈ સીમમાં સીમમાં બેઠા તે અંગેની માહિતી તરત જ અત્રેની કચેરીના તીડ કંટ્રોલ રૂમના ફોન નંબર ૦૨૭૯૨૨૨૩૩૨૪ પર જાણ કરવા ખેડૂતોને અનુરોધ કરવામાં આવે છે.

ઉપરાંત ખેડૂતોને રણતીડ જોવા મળે તો તરત ગામના ગ્રામસેવક (ખેતી) અથવા વિસ્તરણ અધિકારી (ખેતી) તેમજ ખેતીવાડી વિભાગના તાલુકા અમલીકરણ અધિકારી કે મદદનીશ ખેતી નિયામક (વિસ્તરણ) ની કચેરી ખાતે તાત્કાલિક જાણ કરવા વિનંતી છે.

રણતીડ નિયંત્રણ માટે ગ્રામ્ય કક્ષાએ તીડ નિયંત્રણ યુનિટ સરપંચ અને પ્રગતિશીલ ખેડૂતોની આગેવાનીમાં કાર્યરત કરવું કાર્યરત કરવું. જેમાં જીપ/ ટેલર/ ટ્રેક્ટર તૈયાર રાખવા. તેમજ દવા છંટકાવ માટે ફુટ સ્પ્રેયર અથવા પાવર ઓફ સ્પ્રેયર તૈયાર રાખવા. તીડની ગીચતાને ધ્યાનમાં રાખી વહેલી સવારના સમયે ક્લોરપાયરીફોસ ૨૦% ઇ.સી. ૨૪ મિલી, ૫૦ % ઇ.સી.૧૦ મિલી, લેમડાસાયહેલોથ્રીન ૫% ઇ.સી. ૧૦ મિલી, મેલથીયોન ૫૦% ઇ.સી. ૩૭ મિલી, ફિપ્રોનિલ ૫% એસ.સી. ૨.૫ મિલી, ફિપ્રોનીલ ૨.૯૨% ઇ.સી. ૪.૫ મિલી, ડેલ્ટામેથ્રીન ૨.૮ % ઇ.સી.૧૦ મિલી દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી ઉપદ્રવિત વિસ્તારમાં જરૂરિયાત મુજબ છંટકાવ કરવાની ભલામણ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા કરવામાં આવે છે.

જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ
રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *