*રાજકોટમાં કોરોનાના લક્ષણ દેખાતે રાત્રે દોડધામ. જંગલેશ્વરના ૧૭ ને હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડયા. ઉમરાહ કરી મક્કાથી આવેલ.*
*રાજકોટ શહેર તા.૧૯.૩.૨૦૨૦ ના મુસ્લિમ પરિવારના ૧૭ લોકો ઉમરાહ કરીને મક્કા-સાઉદી અરેબિયાથી ૭માર્ચે પરત ફર્યા પછી એકને કોરોના જેવા આજે લક્ષણ દેખાતા સિવિલમાં ખસેડેલ છે. તેના રિપોર્ટ આવ્યા પછી બીજા રિપોર્ટ માટે પુણે મોકલ્યાનું જાણવા મળે છે. દરમિયાન મોડી રાત્રે પોલીસ સાથે કોર્પોરેશનનો આરોગ્ય સ્ટાફ જંગલેશ્વરમાં આવેલ લેઉવા પટેલ સોસાયટીમાં દોડી ગયો છે. અને લગભગ ૧૬-૧૭ લોકોને શોધી સીવીલના આઇસોલેશન વૉર્ડમાં લઇ જઇ રહ્યા છે. આ લોકો છેલ્લા ૧૦-૧૧ દિવસમાં અનેક લોકોને મળ્યા હતા. વિગતો મેળવાય રહી છે. સાથે ગયેલ બાળકની મહિલા સંબંધીને સવારથી ઉલ્ટી થતી હોય તેને પણ લઇ ગયેલ છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*