*રાજકોટ શહેર જીલ્લા કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને યોજાનાર એન્ટીલેન્ડ ગ્રેબીંગ એક્ટ કમિટીની પ્રથમ બેઠક યોજાશે.*
*રાજકોટ શહેર તા.૩૦/૧૨/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર જીલ્લા કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને યોજાનાર એન્ટીલેન્ડ ગ્રેબીંગ એક્ટ કમિટીની પ્રથમ બેઠકમાં કમીટીના સભ્યો મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, એડીશનલ કલેકટર પરિમલ પંડયા, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા જીલ્લા પોલીસવડા બલરામ મીણા ઉપસ્થિત રહેનાર છે. આ બેઠકમાં કમિટી સમક્ષ જમીન કૌભાંડો અંગે થયેલી અરજીઓની ચકાસણી કરવામાં આવશે અને જે અરજીઓમાં વજુદ જણાશે તે અરજી અંગે તુરંત જ જવાબદારો સામે પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવશે અને એક્શન લેવામાં આવશે.*


