ન્યુઝ રાજુલા
રાજુલાના પીપાવાવ ગામ વિશ્વાસઘાતના છેતરપિંડીના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
છેલ્લા દોઢેક વર્ષથી નાસતા ફરતા વિશ્વાસઘાત અને છેતરપિંડી ના ગુન્હાના આરોપીને પકડી પાડતી સ્પેશ્યલ સ્કવોડ સાવરકુંડલા
પોલીસ નિર્દેશક પોલીસ મુખ્ય અધિકારી ની સુચના અન્વયે અમરેલી જિલ્લામાં નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા તારીખ 8 10 20 થી 22 10 20 સુધી ખાસ drive રાખેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષક દ્વારા એક ખાસ ટીમની રચના કરવામાં આવી જેના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ એચ સેંગલીયા ની રાહબરી હેઠળ સ્ટાફના એ એસ આઈ હિંગરાજસીહ, પ્રદ્યુમનસિંહ, લોકરક્ષક બ્રિજરાજસિંહ, યુવરાજ સિંહ ગોહિલ, પોલીસ કોન્સ્ટેબલ પરેશભાઈ સોંદરવા આ ટીમ દ્વારા પીપાવાવ પોલીસે સ્ટેશન ફર્સ્ટ ગુ,ર, નંબર 21/ 2019 ઇ,પી, કલમ ૪૦૬, 420, ૪૧૯, 120 બી મુજબના છેતરપિંડી અને વિશ્વાસઘાત ના ગુનામાં નાસતા ફરતા પોતાની ધરપકડ ટાળતા આરોપી હિમાંશુ કુમાર કરણા શંકર મહેતા રે,ધારી શિવનગર હાલ રાજકોટ મહુડી ચોકડી ગુરુપ્રસાદ ચોક મહુડી ચોકડી પુલ નીચેથી હસ્તગત કરી સાવરકુંડલા પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે આ અંગે પીપાવાવ પોલીસ સ્ટેશનને જાણ કરી અગાઉની ઘટતી કાર્યવાહી કરવા સોંપી આપેલ છે, પીએસઆઇ સેંગલીયા નો સપાટો અગાઉના કેસોમાં સફળતા
રીપોર્ટર :વિક્રમ સાખટ રાજુલા


