ન્યૂઝ રાજુલા
રાજુલામાં બાઇક ભેટ આપી અટલ બિહારી વાજપેયી ના જન્મદિવસની ઉજવણી કરાઈ
જનની જણ તો ભક્ત જણ કાં દાતા કાં શુર
નહિંતર રે’જે વાંઝણી મત ગુમાવીશ નૂર.
રાજુલા ના પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી દ્વારા આ કવિતા સાર્થક કરી હતી.
જાફરાબાદ ના એક અતિ ગરીબ અને મજૂરી કરતા કાળુભાઇ ની સ્થિતિ બસ ટક નું લાવે અને ટક નું ખાય આ પરિવારની ઘણા સમયથી ઈચ્છા હતી કે એક નાનું મોપેડ હોય હીરાભાઈ સોલંકી સમક્ષ આ વાત આવી હતી
આજરોજ પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી દ્વારા અટલ બિહારી વાજપાઈના જન્મ દિવસ નિમિત્તે આ ગરીબ પરિવારને મોપેડ આપી અનોખી રીતે ઉજવણી કરી હતી ખરેખર આ અનોખા કાર્ય ને આ વિસ્તારની જનતાએ બિરદાવ્યું હતું
રીપોર્ટર :વિક્રમ સાખટ રાજુલા


