Uncategorized

રાજુલા કન્ટેન્મેટ ઝોનની મુલાકાત લેતા કલેકટરશ્રી આયુષ ઓક અમરેલી જિલ્લાના રાજુલા શહેરી વિસ્તારના

રાજુલા કન્ટેન્મેટ ઝોનની મુલાકાત લેતા કલેકટરશ્રી આયુષ ઓક

અમરેલી જિલ્લાના રાજુલા શહેરી વિસ્તારના જવાહર રોડ વિસ્તારમાં કોરોના પોઝિટિવ આવતાં કલેકટરશ્રી આયુષ ઓક તેમજ ડીડીઓશ્રી તેજસ પરમાર દ્વારા રૂબરૂ મુલાકાત લઈ કન્ટેન્મેટ તેમજ બફર ઝોન વિશે વિગતવાર માહિતી મેળવી લોકોને સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને જરૂરી કામ કરવા તેમજ બિનજરૂરી કામ વગર ઘરની બહાર ના નીકળવા માટે અપીલ કરી લોકોને પોતાના આરોગ્યની તકેદારી રાખવા માટે જણાવેલ તેમજ સ્થળ પર કરવામાં આવતી કામગીરીની સઘન ચકાસણી કરવામા આવી આ દરમિયાન પ્રાંત અધિકારી ડાભી સાહેબ,મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એચ.એફ.પટેલ તેમજ ઇ.એમ.ઓ.ડૉ.એ.કે.સિંઘ સાહેબ સહિતના અધિકારીઓ હાજર રહેલ તેમજ સરકારી હોસ્પિટલ રાજુલા ખાતે કાર્યરત ડેઝીગનેટેડ કોવિડ કેર ફેસીલીટીની મુલાકાત લઇ જરૂરી સુચનાઓ આપેલ સાથે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરિયા,સુપરવાઇઝર સંજયભાઈ દવે તેમજ હેલ્થ ટીમ દ્વારા લોકોને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે જરૂરી હોમિયોપેથીક મેડીસીન અને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું તેમજ આરોગ્યના સ્ટાફ દ્વારા દૈનિક સર્વેલન્સ કામગીરી હાથ ધરી લોકોના આરોગ્યની પુરતી કાળજી લેવામાં આવી રહી છે.પી.આઈ.ઝાલા સાહેબ દ્વારા એન્ટ્રી પોઈન્ટ પર ટીમ તૈનાત કરી સુરક્ષા પુરી પાડી લોકોને મદદરૂપ થઇ રહ્યા છે તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર ઉદય નસિત સાહેબ દ્વારા સ્વચ્છતા અભિયાનની કામગીરી અને કોરોના યોદ્ધા વોર્ડ ટીમને સક્રિય કરી લોકોને મદદરૂપ થવા માટે ખડે પગે કામગીરી બજાવી રહ્યા છે.આ સમગ્ર કામગીરીનું મોનીટરીંગ અને સુપરવિઝન પ્રાંત અધિકારી ડાભી સાહેબની અધ્યક્ષતામાં પોલીસ,આરોગ્ય,નગરપાલિકા અને વહીવટી વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે

રીપોર્ટ.અરમાન ધાનાણી. ઈલયાસ કલાણીયા

IMG-20200626-WA0064-1.jpg IMG-20200626-WA0066-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *