ન્યૂઝ રાજુલા
રાજુલા નગર પાલિકાના વાલમેન પર ત્રણ મુસ્લિમ શખ્સોનો હુમલો
વિડ્યો વાયરલ થયો સફાઈ કામદારોએ આજે ફરજ થી દુર રહી વિરોધ નોંધાવ્યો
રાજુલાના નગર પાલિકાના વાલ મેન્ પર ગત મોડી સાંજે હુમલો થતા શહેરમાં ભયનો માહોલ સર્જાયો હતો ફિલ્મી ઢબે હુમલો થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ધોરણસરની કાર્યવાહી કરી ગુનો દાખલ કર્યો હતો
જાણવા મળતી વિગત મુજબ રાજુલાના પાણીના ટાંકા પર વાલ્વમેન ની કરાર આધારિત નોકરી કરતા રોનકભાઈ ઝાપડીયા ગત મોડી રાતે ફરજ પર હતા ત્યારે સોહિલ રહીમ જોખિયા સાજીદ રહીમ જોખિયા રહીમ ખાલક જોખિયા ત્રણેય મુસ્લિમ પિતા પુત્ર એ આવી અમારી લાઈનમાં પાણી કેમ છોડતો નથી તેમ કહી મારમર્યો હતો અને સરકારી માલ મિલકત ને નુકશાન કર્યું હતું ઘટનાની જાણ થતાં પાલિકાનો સ્ટાફ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો
આજે જ્યાં સુધી આરોપીઓ ન પકડાય ત્યાં સુધી સફાઈ કામગીરી થી અળગા રહ્યા હતા બાદમાં આજે બપોરે પોલીસે ત્રણેય આરોપીઓ ને પકડી પડ્યા હતા પી આઈ ઝાલા દ્વારા કલમ 186 332 353 504 427 114 એટરોસીટી ફરજ રુકાવટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી
રીપોર્ટર :વિક્રમ સાખટ રાજુલા



