ન્યૂઝ રાજુલા
રાજુલા વકીલ મંડળ દ્વારા ગૌશાળા ના લાભાર્થે માસ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો
કોરોના મહામારી ના સમય માં જ્યારે માસ્ક ફરજીયાત હોય ત્યારે સામાન્ય વ્યક્તિ ને માસ્ક મળી રહે તે હેતુ થી ગૌશાળા ના લાભાર્થે બધા વકીલ મિત્રો દ્વારા જાહેર માર્ગે ઉપર માસ્ક નું વિતરણ કરવામાં આવ્યુ હતું
વકીલ મિત્રો દ્વારા કોર્ટ ની બહાર રસ્તા ઉપર નિકળતા વાહનો ને ઉભા રાખી ને બધા રાહદારી ઓ ને ફરજીયાત માસ્ક પહેરવા માટે અપીલ કરવા માં આવી હતી અને માસ્ક આપવામાં આવેલ હતા, માસ્ક આપેલ લોકો દ્વારા જે રકમ આપવામાં આવેલ તે રકમ ગૌશાળા માં આપવા માં આવશે, અંદાજીત 1000 માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર વકીલ મિત્રો એ સેવા આપી હતી..
રીપોર્ટર :વિક્રમ સાખટ રાજુલા




