રામલલ્લા ની જન્મ ભૂમિ અયોધ્યા માં રામ મંદિર ના શિલાન્યાસ પ્રસંગ ને લઈ બગસરા માં મહાઆરતી કરાય
આજ તા.૫/ઓગસ્ટ ૨૦૨૦ ના રોજ ૫૦૦ વર્ષ થી અયોધ્યા નગરી માં ભગવાન શ્રી રામ મંદિર ના વિવાદિત પ્રશ્ન નો કાયમી નિરાકરણ કરી ભગવાન શ્રી રામ ચંદ્ર્જી ના મંદિર ના શિલાન્યાસ માટે આપણા પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી જી ના અધ્યક્ષ સ્થાને શીલા ન્યાસ થયો જેથી આજ દુનિયાભર માં ઐતિહાસિક દિવસ તરીકે મનાવવા બગસરા સમસ્ત શહેરીજનો
દ્વારા .કોરોના મહામારી ને ધ્યાને રાખી રામજી મંદિરે બપોરે ૧૨:૩૦ વાગ્યે મહા આરતી નો કાર્યક્રમ રાખેલ જેમા બગસરા શહેર ના હિન્દૂ મુસ્લિમ સમાજ ના લોકો તેમજ ભાજપ આગેવાનો અને શ્રી રામ ભકતો ભાઈ,બહેનોની હાજરી મા કાર્યક્રમ પૂર્ણ થયો
રિપોર્ટર….. ઇમ્તિયાજ સૈયદ બગસરા




