*રાષ્ટ્રકક્ષાએ વિજેતા કે ભાગ લીધેલ હોય તેવા ખેલાડીઓને શિષ્યવૃતિ મેળવવા જોગ*
અમરેલી, તા: ૩૦ જુલાઈ ૨૦૨૦
રમત ગમત વિભાગ દ્વારા વિવિધ શાળાકીય અં-૧૪, અં-૧૭ અને-૧૯ રમતોની સ્પર્ધામાં ભાગ લઈ રાષ્ટ્રકક્ષાએ પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમ મેળવનાર ખેલાડીને રૂ. ૨૫૦૦/- ની વાર્ષિક શિષ્યવૃત્તિ મળે છે. તેમજ રાષ્ટ્રકક્ષાએ આ રમત સ્પર્ધાઓમાં ભાગ લીધેલ હોય અને ઘનિષ્ટ પ્રશિક્ષણ મેળવેલ હોય તેવા ખેલાડીઓને રૂ.૨૦૦૦/- ની વાર્ષિક વૃતીકા મળે છે.
વર્ષ-૨૦૧૯-૨૦ માં જે ખેલાડીઓ રાષ્ટ્રકક્ષાએ વિજેતા થયેલ હોય કે ભાગ લીધેલ હોય તેઓ આ ફોર્મ જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, બહુમાળી ભવન બ્લોક-સી, પ્રથમ માળે – રૂમ નં. ૧૧૦-૧૧૧ અમરેલી ખાતેથી મેળવી લઈ સંપૂર્ણ વિગતો ભરી ફોર્મ સાથે રમતનું પ્રમાણપત્ર, બેંકની પાસબુક, આધારકાર્ડની નકલો જોડી તા.૧૦/૦૮/૨૦૨૦ સુધીમા જિલ્લા રમત-ગમત કચેરી અમરેલીને પહોંચતા કરવાના રહેશે. આ અંગે વધુ માહિતી માટે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી અમરેલીનો સંપર્ક કરવાનો રહેશે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)