Uncategorized

લાખ્ખો-કરોડો રૂપીયાનાં ખર્ચે કરવામાં આવતા સરકારી કામોમાં કરાતી ગેરરીતિને કારણે પ્રજાને ભોગવવું પડતું હોય છે.અમરેલી જીલ્લાનાં દામનગર

લાખ્ખો-કરોડો રૂપીયાનાં ખર્ચે કરવામાં આવતા સરકારી કામોમાં કરાતી ગેરરીતિને કારણે પ્રજાને ભોગવવું પડતું હોય છે.અમરેલી જીલ્લાનાં દામનગર શહેરમાથી પસાર થતી રેલ્વે લાઈનમાં ખોડિયાર નગર જવાના માર્ગ પર અંડર ગ્રાઉન્ડ બનાવેલ પુલ નીચે પાણીના નિકાલ માટે યોગ્ય લેવલ ન કરવાને હિસાબે લોકોને તેમજ વાડી વિસ્તારમાં જતા ખેડૂતોને ચોમાસાનું પાણી દિવસો સુધી ભરાઈ રહેતું હોય,રેલ્વે અને સ્થાનિક સત્તાધીશોના સકલન ને અભાવે ખોડિયાર નગરનાં લોકોને ભારે કષ્ટ વેઠવું પડે છે.આ બધુ સત્તાધીશો જાણતા હોવાં છતા પણ ઉકેલ લાવતા નથી. જનતાની સેવા માટે ચૂંટી કાઢેલા સેવકો આ બાબતે ગંભીરતાથી આ સમસ્યાનું નિરાકરણ લાવે એવી બુલંદ માંગ ઉઠી છે.સાંસદને પણ આ બાબતની ખબર હોવાં છતા નિષ્ફળ ગયાનું લોકોમાં ચણભણાટ છે

 

.અહેવાલ અતુલ શુકલ દામનગર.

IMG-20200606-WA0052-1.jpg IMG-20200606-WA0053-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *